લઘુતમ તાપમાન નો પારો આજે એકાએક નીચે ઉતરી ગયો છે. ઠારના પ્રમાણમાં પણ વધારો થયો છે અને પવનની ગતિ પણ વધી ગઈ છે. આ પ્રકારના ત્રીપલ એટેકના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી અને કોલ્ડ વેવથી જનજીવન ઠીગરાઈ ગયું છે. કચ્છના અબડાસામાં તો બરફ જામી ગયો છે.
ગિરનાર પર્વત ઉપર અને નલિયામાં આજનું લઘુતમ તાપમાન એકસરખું 3.4 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં આજે સિઝનનું સૌથી લોએસ્ટ 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી રહેવા પામ્યું છે અને ડીસામાં ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજે 8.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અન્ય શહેરોના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો પોરબંદરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં આજનું લઘુતમ તાપમાન 11.7 ડીગ્રી રહેવા પામ્યું છે. અમદાવાદમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 12.1 વડોદરામાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે આજે 11.4 અને સુરતમાં સામાન્ય ફેરફાર સાથે આજે 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
જુનાગઢ ના શહેરમાં આજનું લઘુતમ તાપમાન 8.4 અને ભવનાથ તળેટીમાં 6.4 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં આજે ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.
લઘુતમની સાથો સાથ મહત્તમ તાપમાન પણ ઝડપભેર નીચે ઉતરી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું છે.ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના વિસ્તારમાં હજુ ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બ ચાલુ છે અને તેની અસરના ભાગરૂપે કાશ્મીરમાં સામાન્ય હિમવષર્િ થઈ રહી છે, પરંતુ આગામી તારીખ 10 થી વધુ એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને આ સિસ્ટમમાંથી ઈસ્ટર્લી વિન્ડ પસાર થઈ રહ્યી હોવાથી તારીખ 10 થી 12 વચ્ચે જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં ભારે હિમવષર્નિી શક્યતા છે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટના રાજ્યોમાં માવઠાની પણ શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech