રૂા.૧૦ના સિક્કા ચલણમાં સ્વીકારતા નથી અને નોટ રદી છે

  • March 14, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂ૧૦ ની નોટ બજારમાં જે ફરે છે તે એકદમ ખરાબ હાલતમાં છે. પિયા ૧૦ ના સિક્કા ચલણમાં હોવા છતાં તેનો ગ્રાહકો અને અમુક જગ્યાએ તો વેપારીઓ પણ સ્વીકાર કરતા નથી અને તેના કારણે પરચુરણ તથા છુટા ની મોટા પ્રમાણમાં સમસ્યા દરરોજ ઊભી થાય છે તેવી રજૂઆત જુદા જુદા વેપારી એસોસિએશન દ્રારા આજે કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી.

વેપારીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે . ૧૦ ની નવી નોટના બંડલ કાળા બજારમાં છૂટથી મળે છે પિયા ૧૦૦૦ કે ૧૨૦૦ પિયાનું કમિશન આપવાથી આવા બંડલો આસાનીથી મળે છે. સરકારે રાજકોટને ૧૦ ની નવી નોટના બંડલો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ અને ચલણમાં અસ્તિત્વ ધરાવતો પિયા ૧૦ નો સિક્કો દરેક સ્વીકારે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News