સલાયાના જહાજને 11 ખલાસીઓ સાથે ઓખા લઇ જતું કોસ્ટગાર્ડ

  • June 28, 2021 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓમાનના દરીયામાં ડૂબેલ સલાયાના વહાણના 13 ખલાસીઓ પણ જહાજમાં: સુરક્ષ્ાા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ

સલાયાના માલવાહક જહાજ અને તેના 11 ખલાસીઓને ભારતીય તટરક્ષ્ાક દળ દ્વારા ઓખા લઇ જઇ સુરક્ષ્ા એજન્સીઓ દ્વારા પૂછપરછ શરૂ કરાતાં ચકચાર જાગી હતી. સલાયાના ‘ફૈઝ-એ-નૂર સુલેમાની’ નામના જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજમાં સવાર 11 ખલાસીઓ સાથે ઓખા લઇ જવાયા હતા. તાજેતરમાં ઓમાનના દરીયામાં ડૂબેલા સલાયાના જ અન્ય એક વહાણના 13 ખલાસીઓ પણ આ જ માલવાહક જહાજમાં હોય તમામની પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઇ હતી. ઓખા બંદર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ સાથે નેવી, ઇન્ટેલીજન્સ બ્યુરો, દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. અને ઓખા સ્થાનીય પોલીસ સહિતની સુરક્ષ્ાા એજન્સીઓ આ પૂછપરછમાં જોડાયા હતા. પૂછપરછ ક્યા મુદ્દે ચાલી રહી છે? તેની વિગતવાર માહિતી હજૂ સુધી જાહેર કરાઇ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)