૨૦૧૪ પછી પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપને બહત્પમતી મળી નથી. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં સામેલ પક્ષો પર ભાજપની નિર્ભરતા વધી ગઈ છે. એનડીએમાં સહયોગીઓએ સ્પષ્ટ્ર કયુ છે કે તેઓ નરેન્દ્ર મોદીની સાથે છે, પરંતુ આ દરમિયાન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એનડીએમાં ભાજપની ચિંતા વધારી છે.હવે એનડીએ પર સહયોગી પાર્ટીઓ દ્રારા દબાણ વધારવામાં આવી રહ્યું છે. જેડીયુએ કહ્યું કે અિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જર છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટે તમામ રાયો સાથે વાટાઘાટો થવી જોઈએ. તે જ સમયે, ટીડીપીને કેન્દ્રમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો જોઈએ છે. જેડીયુના વરિ નેતા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે અવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં આ અંગે પુનર્વિચાર કરવાની જર છે. અિવીર યોજના અંગે નવી રીતે વિચારવાની જર છે. તેમણે વધુમાં કહ્યું કે યુસીસી પર અમાં સ્ટેન્ડ પહેલા જેવું જ છે. યુસીસીને લઈને સીએમ નીતિશ કુમારે કાયદા પંચના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે જેડીયુ તેની વિદ્ધ નથી, પરંતુ તમામ પક્ષો સાથે વાતચીત થવી જોઈએ
ટીડીપીની કેન્દ્રમાં ૬ મહત્વપૂર્ણ મંત્રાલયોની માગ
પ્રા અહેવાલ મુજબ, ટીડીપી લોકસભા સ્પીકરનું પદ અને કેન્દ્રમાં ૬ મહત્વપૂર્ણ મંત્રાલયો ઈચ્છે છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ૨૭૨ બેઠકોની જર છે અને ભાજપને ૨૪૦ બેઠકો મળી છે. આવી સ્થિતિમાં, ટીડીપી, જેડીયુ, મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. બદલાયેલા સંજોગોમાં ભાજપે સંખ્યા પ્રમાણે જ મંત્રીઓ બનાવવા પડશે. આનો અર્થ એ થશે કે મંત્રી પરિષદમાં ભાજપના મંત્રીઓની સંખ્યા ઘટશે અને સાથી પક્ષોની સંખ્યામાં વધારો થશે, પરંતુ ભાજપ કેટલીક શરતો સાથે ભાગ્યે જ સમાધાન કરશે. સીસીએસ ચાર મંત્રાલયોમાં સહયોગીઓને સ્થાન આપશે નહીં, જે સંરક્ષણ, નાણા, ગૃહ અને વિદેશ બાબતોના છે
આ મંત્રાલયો સાથી પક્ષોને આપવાં પડશે
વાજપેયી સરકારમાં ઉધોગ, પેટ્રોલિયમ, રસાયણ અને ખાતર, કાયદો અને ન્યાય, આરોગ્ય, માર્ગ પરિવહન, વન અને પર્યાવરણ, સ્ટીલ અને ખાણ, રેલ્વે, વાણિય અને સંરક્ષણ મંત્રાલય પણ સાથી પક્ષો પાસે રહ્યું હતું. આ વખતે જેડીયુને પંચાયતી રાય અને ગ્રામીણ વિકાસ જેવા મંત્રાલયો આપવામાં આવી શકે છે. નાગરિક ઉડ્ડયન, સ્ટીલ જેવા મંત્રાલયો ટીડીપી પાસે જઈ શકે છે. શિવસેનાને ભારે ઉધોગ મળી શકે છે. નાણા, સંરક્ષણ જેવા મહત્વના મંત્રાલયોમાં સહકાર્યકરોને રાયમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન ટેકનોલોજી અને અર્થ વિજ્ઞાન, સામાજિક ન્યાય અને સશકિતકરણ જેવા મંત્રાલયો તેના સાથી પક્ષોને આપવામાં આવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech