સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભચાઉ- સામખીયાળી હાઈવે પર મોમાઈ પેવરબ્લોક અને રાજ શક્તિ કન્સ્ટ્રકશનના પ્લોટ પાસે ચાલી રહેલા કોલસા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીં દરોડો પાડી રૂપિયા 22.75 લાખની કિંમતનો 175 ટન પેટ કોક, 135 ટન વેસ્ટ કોલ તથા ટ્રેલર, હિટાચી મશીન અને લોડર સહિત કુલ રૂપિયા 94.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન સુપરવાઇઝર સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે અહીં આ કોલસા કૌભાંડ ચલાવનાર ભચાઉના દિવ્યરાજસિંહ ઝાલા અને પેટ કોક સપ્લાય કરનાર ગાંધીધામના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.એચ. ગઢવી તથા તેમની ટીમે સચોટ બાતમીના આધારે કચ્છમાં ભચાઉ-સામખીયાળી હાઈવે પર ભચાઉ પાસે મોમાઈ પેવરબ્લોક એન્ડ રાજ શક્તિ કન્ટ્રક્શનના ખુલ્લા પ્લોટ પાસે ચાલી રહેલા કોલસા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી 175 ટન પેટ કોક કિં. રૂ. 22.75 લાખ, વેસ્ટ કોલ 135 ટન કિં. રૂ. 1.08 લાખ, રોકડ રૂપિયા 13,370, પાંચ મોબાઈલ ફોન તથા એક ટ્રેલર, હિટાચી મશીન અને લોડર મશીન સહિત કુલ રૂપિયા 94,26,370 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસએમસીની ટીમે આ દરોડા દરમિયાન પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં સુપરવાઇઝર મયુદ્દીન રસુલભાઈ ચૌહાણ (રહે. ભાટિયા વિસ્તાર જુનાવડા, ભચાઉ), ટ્રક ડ્રાઇવર લક્ષ્મણસિંહ નથુસિંહ ચૌહાણ (રહે. બરાર ગામ, તા.ભીમ, રાજસ્થાન) હીટાચી મશીન ડ્રાઇવર સંતોષ રામજન્મ વિશ્વકર્મા (રહે. રાજ શક્તિ કન્ટ્રક્શન લેબર હાઉસ, ભચાઉ, મૂળ ઝારખંડ), લોડર મશીન ડ્રાઇવર અશરફઅલી મહંમદ મુસ્લિમ કુંભાર (રહે. ભાટિયા વિસ્તાર, જુનાવડા, ભચાઉ) તથા શ્રમિક અમીન પીરૂભાઈ જુણેજા (રહે.રાજ શક્તિ કન્ટ્રક્શન લેબર હાઉસ, ભચાઉ) નો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અહીં પેટકોકમાં વેસ્ટ કોલ મિક્સ કરવાના આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભચાઉમાં દરબારગઢમાં રહેતો દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા હોવાનું તથા પેટકોક સપ્લાયર તરીકે ગાંધીધામના રાહુલનું નામ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech