મોરબી જિલ્લ ામાં સિરામિક ઉધોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું છે જેમાં દશ શખ્સો દ્રારા કોલાસાની ટ્રક ચલાવતા ટ્રક ચાલક સાથે કોન્ટેકટ કરી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ પ્લોટમાં ટ્રક રાખી ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી કરી હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી લાખો પિયાના કોલસાના મુદ્દામાલની ચોરી કરતા ચાર શખ્સોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે યારે અન્ય છ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે કોલસાની ચોરી કરવામાં આવી છે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામિનારાયણ ગુકુળ સામે આરોપીના કબ્જા વાળા પ્લોટમાં દશ શખ્સો પોતાના આર્થિક ફાયદ માટે ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીના ડ્રાઈવરોની મદદથી ટ્રકોમાંથી ઉત્તમ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી જેમાં હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી ચોરી કરેલ મુદામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનુ ખરીદ વેચાણ કરવા ચોરી કરેલ ગુણવત્તા વાળો કોલસો આશરે ૧૮૮ ટન કિં .૨૪,૪૪,૦૦૦ તથા તથા મીક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન કિ..૪,૦૦,૦૦૦– તથા હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન કિ..૫૬,૦૦૦–, એક ટ્રક ટ્રેઇલર કિ.ા– ૪૦,૦૦,૦૦૦–, બે ટ્રેકટર લોડર કિ.ા– ૨૦,૦૦,૦૦૦–, એક હીટાચી મશીન કિ.ા–૨૦,૦૦,૦૦૦– એક મોટર સાયકલ કિ.ા– ૨૫,૦૦૦– ,મોબાઇલ ફોન નંગ–૫ કિ.૨૫,૦૦૦–, રોકડા પીયા ૫,૦૦૦ મળી કુલ પીયા ૧,૦૯,૫૫,૦૦૦– ના મુદામાલ સાથે ચાર આરોપીઓ તૌફીકખાન અસરફખાન મલેક ઉ.વ.૨૪ રહે.વારાહી ગામ જીવરાણી વાસ મોટો ચોરો તા.સાંતલપુર જી.પાટણ, હિટાચી અખીલેશકુમાર શ્રીધીરેંદ્રભાઇ ગોંડ ઉ.વ.૨૦ રહે.જીગનહી પરસોના મધુબની વોર્ડ નં–૬ પોસ્ટ પરસોના જી.પચ્ચીમ ચંપારણ (બિહાર), મીઠાભાઇ વિઠ્ઠલભાઇ મીઠાપરા ઉ.વ.૩૯ રહે.રાજકોટ આણંદપર દેવનગર રામાપીરના મંદીર પાસે તા.જી.રાજકોટ, ત્વીકભાઇ અમુભાઇ ખિમાણીયા ઉ.વ.૨૫ તથા મજુરી રહે. હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં–૧ તા.જી.મોરબીવાળાને ઝડપી પાડયા છે
યારે અન્ય છ શખ્સો નવઘણ જશાભાઇ બાલસરા રહે.નાની વાવડીસતનામ સોસાયટી ભુમી ટાવર પાસે તા.જી.મોરબી, નિકુંજ રાજપરા રહે.લીલપર તા.જી.મોરબી, રમેશ અનસિંહ વસુનીયા રહે.દુધી કલ્યાનપુર તા.જી.જાંબુઆ (એમ.પી), રાકેશ , જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ, હેરીભાઇ રહે. મોરબીવાળા વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગમતીના પ્રોજેકટના પ્રારંભીક કામ માટેે રુ. ૨૫ કરોડની ફાળવણી
May 14, 2025 10:54 AMભારત - પાક વચ્ચે સીઝ ફાયર માટે મેં ટ્રેડ વેપન અજમાવ્યું: ટ્રમ્પની ફરી શેખી
May 14, 2025 10:53 AMબાંગ્લાદેશ છોડીને પાકિસ્તાની હાઈ કમિશનર ફરાર,અનેક અટકળો
May 14, 2025 10:48 AMપહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વેબસાઈટો પર 15 લાખ એટેક, માત્ર ૧૫૦ જ સફળ થયા
May 14, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech