દિલ્હીના રાજેન્દ્રનગરમાં રાવ કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ આઈએએસ ઉમેદવારોના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ને પણ નોટિસ પાઠવી છે. તેમજ સુનવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની ગયા છે. સર્વોચ્ચ અદાલતે સોમવારે કોચિંગ કેન્દ્રોમાં સલામતી ધોરણો સાથે સંબંધિત મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી જેમાં યુવા ઉમેદવારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને એમસીડીને પૂછ્યું કે, અત્યાર સુધી સુરક્ષાના કયા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ ઘટના આંખ ખોલનારી છે કે કોઈપણ સંસ્થાને જ્યાં સુધી તેઓ સલામતીના ધોરણોનું પાલન ન કરે ત્યાં સુધી તેને ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોર્ટે કહ્યું કે, કોચિંગ સેન્ટર દેશના અલગ-અલગ ભાગોમાંથી આવતા ઉમેદવારોના જીવન સાથે રમત રમી રહ્યા છે. દિલ્હી કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી હતી. જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીના રાજેન્દ્રનગર સ્થિત રાવ કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાવાને કારણે ત્રણ ઉમેદવારોના મોત થયા હતા.
કોચિંગ સેન્ટરની ઘટના રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરની કોચિંગ સંસ્થાઓની બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન સોમવારે 10મા દિવસે પણ ચાલુ રહ્યું. વિદ્યાર્થીઓએ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાવાને કારણે યુપીએસસીના ત્રણ ઉમેદવારોના દુ:ખદ મૃત્યુ થતા સરકાર અને રાવના આઈએએસ સ્ટડી સર્કલ પાસેથી વળતરની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech