BREAKING NEWS

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્યપદ પર સંકટના વાદળો ઘેરાયાં

  • June 26, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના રાજકીય વર્તુળોમાં હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્યપદને લઈને ભારે ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા ચૈતર વસાવા સામેની આ કાયદાકીય કાર્યવાહી હવે નિર્ણાયક વળાંક પર આવીને ઊભી છે. રાજપીપળા સેશન્સ કોર્ટનો આદેશ હવે ગુજરાત વિધાનસભા સચિવાલય સુધી પહોંચી ગયો છે, જેના પગલે રાજકીય ગલિયારીઓમાં ગરમાવો આવી ગયો છે.
હાલમાં પ્રા માહિતી અનુસાર, સેશન્સ કોર્ટનો સત્તાવાર આદેશ મળ્યા બાદ વિધાનસભાના લીગલ વિભાગ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીગલ વિભાગ દ્રારા કોર્ટના આદેશને આધારે સજા અંગેની દરખાસ્ત અને રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે.
કોર્ટના આદેશ અને લીગલ વિભાગના રિપોર્ટ પર ઐંડી ચર્ચા–વિચારણા કર્યા બાદ, વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્યપદ રદ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેશે. જો અધ્યક્ષ દ્રારા પદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવે, તો તે પછી જ ડેડિયાપાડાની બેઠક ખાલી પડી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કાયદાકીય જોગવાઈ મુજબ જો કોઈ ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય, તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. હાલમાં હાઈકોર્ટમા ચૈતર વસાવા સામે ચાલી રહેલી આ કાયદાકીય પ્રક્રિયા તેમના રાજકીય ભવિષ્ય માટે અત્યતં નિર્ણાયક સાબિત થશે. તેના આધારે આગામી સમયમાં વિધાનસભા અધ્યક્ષ કયો નિર્ણય લે છે, તેના પર સૌની નજર ટકેલી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application