હાલારમાં મેઘાનો વિરામ: બાલંભામાં પોણો ઇંચ

  • July 27, 2021 12:14 PM 

પીઠડ, જોડીયા, નવાગામ અને અલીયાબાડામાં અડધો ઇંચ : ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અત્યાર સુધીમાં ધ્રાફામાં 474 મીમી વરસાદ ખાબકયો : કાલાવડ તાલુકાના જાલણસરમાં ભારે વરસાદ બાદ ચેક ડેમ તુટતા મગફળી અને કપાસનું વાવેતર ધોવાયું

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાનો વિરામ જોવા મળ્યો છે, ખાસ કરીને બાલંભામાં પોણો ઇંચ વરસાદ પડયો છે, જયારે પીઠડ, જોડીયા, નવાગામ અને અલીયાબાડામાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો છે, લતીપુર, સમાણા, શેઠવડાળા, વાંસજાળીયા, પરડવામાં વરસાદના ભારે ઝાપટા પડયા છે, અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ વરસાદ 19 ઇંચ એટલે કે 474 મીમી ધ્રાફામાં પડયો છે, કાલાવડ નજીક આવેલા જાલણસર ગામમાં 12 ઇંચ વરસાદ ખાબકયા બાદ ચેકડેમ તુટી પડતા મગફળી અને કપાસના વાવેતરને નુકશાન થયું છે.

ગ્રામ્ય વિસ્તારના અત્યાર સુધીના વરસાદની વાત લઇએ તો મોટા પાંચદેવડા 450 મીમી, શેઠવડાળા 390, સમાણા 442, પીપરટોડા 348, ભણગોર 319, પીઠડ 300, ભલસાણ બેરાજા 320, નવાગામ 352, પરડવા 311 મીમી વરસાદ પડયો છે.

કાલાવડ તાલુકાના જાલણસરમાં રવિવારે આભ ફાટયુ હતું, માત્ર સાડા ત્રણ કલાકમાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થઇ ગયુ હતું, આજુબાજુના અને ઉપરવાસ વિસ્તારમાં 8 થી 10 ઇંચ વરસાદ પડતા ભારે પુરના કારણે 40 વર્ષ જુનો ચેકડેમ તુટી પડયો હતો જેના કારણે મગફળી અને કપાસના વાવેતરને ભારે નુકશાન થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS