રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સરકારી ગાડી લઈને પ્રયાગરાજ મહાકુંભ પહોંચી ગયા છે. મહાકુંભમાં ગયેલી આ સરકારી ગાડી પર કપડા સૂકવવામાં આવ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કરે જણાવ્યું હતું કે, મેયરની કાર ઉપર મહિલાઓના કપડા સુકાઇ રહ્યા છે એ ગેરવ્યાજબી વાત છે. એ હું સ્વીકારૂ છું. આવું ન થવું જોઈએ. કારણ કે, ગાડી સરકારી ગાડી છે. સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાનો ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે. મેયર સહિતના પદાધિકારીઓનો પ્રવાસ ગુજરાતની અંદર થાય ત્યારે તેઓએ પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં આવતું નથી. પરંતુ ગુજરાત બહાર કોઈપણ પદાધિકારી જાય ત્યારે તેઓએ પ્રતિ કિલોમીટરે 2 રૂપિયા ભાડું પોતાના ખિસ્સામાંથી આપવાનું રહે છે.
કોઈપણ પદાધિકારી ગુજરાત બહાર જાય એટલે ગુજરાતની બોર્ડર પર તેના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી પણ તેના કિલોમીટર નોંધવામાં આવે છે. ગુજરાત બહારથી જ્યારે તેઓ રાજકોટ આવે છે ત્યારે તેના કિલોમીટર નોંધવામાં આવે છે. જે કિલોમીટરનો તફાવત થાય છે તે 10 વર્ષ પહેલાનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે તે મુજબ દર કિલોમીટરે 2 રૂપિયા તેઓએ તેના ખિસ્સામાંથી વસુલવામાં આવે છે.
કોઈપણ પદાધિકારી ગુજરાત બહાર જાય ત્યારે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે. આ અંગે મેયરે પત્ર પણ લખ્યો હતો અને કમિશનરે મંજૂરી પણ આપી છે. તેમની સાથે કોઈ બહેન ગયા છે એ ખબર નથી પણ તેની સાથે તેમના પતિ વિનોદભાઈ પેઢડિયા ગયા છે એ ખબર છે. કાર ઉપર મહિલાઓના કપડા સુકાઇ રહ્યા છે એ ગેરવ્યાજબી વાત છે. એ હું સ્વીકારૂ છું. આવું ન થવું જોઈએ. કારણ કે, ગાડી સરકારી ગાડી છે. સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે મેયર નયનાબેન સરકારી કાર લઈને મહાકુંભમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં લોકોને રૂ. 30-35 પ્રતિ કિલોમીટર ચૂકવવા પડે છે. આ સામે મેયર પ્રતિકિમી માત્ર રૂ. 2 ચૂકવીને પ્રયાગરાજમાં પહોંચ્યા હોવાનું ખુલ્યું છે. એટલે કે બાકીની રકમ તો પ્રજાનાં પૈસે મનપાની તિજોરીમાંથી જ ખર્ચાશે તે હાલ નક્કી છે. તેમાં પણ તેઓ મહિલા મોરચાનાં અધ્યક્ષ સહિતનાને પણ સાથે લઈ ગયા હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં મેયરની કાર ઉપર કપડાઓ સુકાતા હોવાનાં ફોટાઓ સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
કમિશનર સુમેરાએ પ્રવાસ મંજૂરીના હુકમમાં શું લખ્યું?
પત્ર નં.આર.એમ.સી./સેક્રે./01/427, રાજકોટ મહાનગરપાલિકા, સેક્રેટરી વિભાગ, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ, તા.5-2-2025થી કરાયેલા હુકમમાં કમિશનરએ સેક્રેટરી વિભાગ ફા.નં.04/2024-25 વંચાણે લેતા જણાવ્યું છે કે માન.મેયરશ્રી પ્રયાગરાજ(ઉતર પ્રદેશ) ખાતે મહાકુંભ અન્વયે તા.06/02/2025 થી તા.12/02/2025 સુધી જનાર હોઇ, માન.મેયરશ્રીનો રાજકોટ થી પ્રયાગરાજનો પ્રવાસ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માન.મેયરશ્રીને હોદ્દાની એ ફાળવવામાં આવેલ વાહન આ કામે લઇ જવાનું મંજુર કરવામાં આવે છે. આ પ્રવાસ પૂર્ણ થયે, ધોરણસર ભાડાની રકમનો ચાર્જ ભરપાઇ કરવાનો રહેશે. માન.મેયરશ્રીના ઉકત પ્રવાસ અંતર્ગત જવા આવવા માટે ડીઝલ/પેટ્રોલ વિગેરેની વ્યવસ્થા ચીફ ફાયર ઓફીસરશ્રીએ કરવી.
લોગબુક કબાટમાં છે, કબાટ લોક છે, જેની પાસે ચાવી છે તે લંચમાં ગયા છે: સીએફઓ
મેયરના પ્રયાગરાજ પ્રવાસ મામલે વિવાદ થતા આ અંગે પદાધિકારીઓની વાહન વ્યવસ્થા સંભાળતા ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધી મેયરની કાર પ્રયાગરાજ જવા રવાના થઈ તેની લોગબુકમાં એન્ટ્રી કરાઇ છે કે કેમ ? એન્ટ્રીમાં શું લખ્યું છે ? તેવો સવાલ આજકાલ દૈનિક દ્વારા પૂછવામાં આવતા સીએફઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને લોગબુક કબાટમાં છે, કબાટ લોક છે અને જેમની પાસે ચાવી છે તે કર્મચારી લંચમાં ગયા હોય હાલ તુરંત લોગબુક જોઇ શકાય તેમ નથી તેવો પ્રત્યુતર આપ્યો હતો. જો કે લોગબુકમાં એન્ટ્રી કરીને ગયા હોવાની વાતને તેમણે સત્તાવાર સમર્થન આપ્યું હતું.
પ્રતિ કિમી દીઠ ફક્ત બે રૂપિયા ભાડું વસુલાશે
રાજકોટના મેયરના પ્રયાગરાજ પ્રવાસનું ઇનોવા ડીઝલ કારનું આવક-જાવકનું ભાડું પ્રતિ કિલોમીટર દીઠ ફક્ત ા.બે વસુલાશે. સ્ટેન્ડિંગ કમિટીએ દસ વર્ષ પૂર્વે કરેલા ઠરાવ મુજબ આ ભાડું વસુલાઇ રહ્યું છે. હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફક્ત પાંચેક રૂપિયાનો તફાવત રહ્યો છે અને હાલ ડીઝલના ભાવ પણ પ્રતિ લિટરના રૂ.90 છે ત્યારે પ્રતિ કિમિ દીઠ ફક્ત રૂ.2 વસુલાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech