પોરબંદરના એક કિ.મી. લાંબા ચોપાટી બીચ ઉપર સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં અધિકારીઓ જોડાયા હતા.
વિશ્ર્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગપે, ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ આધારે પોરબંદર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદર, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર તથા ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે આ બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉપલક્ષે પોરબંદરના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને વિશ્ર્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનના રોજ આવી રહ્યો છે તેના અભિયાન સ્વપે ૨૨ મે થી ૫ જૂન સુધીનું અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાનના અંતર્ગત પોરબંદર ચોપાટી બીચ ખાતે બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. વધુમાં તેમણે પોરબંદર શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટે સૌ સાથે મળીને અભિયાન ચલાવીને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ તેવી અપીલ કરી હતી.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રિજનલ ઓફિસર આર.વી. ચૌહાણે જણાવ્યું હતું કે, પોરબંદર ચોપાટી વિસ્તારમાં આશરે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે ૨૦૦ થી ૨૫૦ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લઈને ચોપાટી બીચ પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો અને તેને રિસાયકલિંગ માટે મોકલવાની કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાનમાં એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે, તેમજ બીચ ક્લિનિંગ દ્વારા પોરબંદર ચોપાટીને સ્વચ્છ બનાવીને પ્લાસ્ટિક મુક્ત પોરબંદર તરફના પ્રયત્નોને ગતિ આપી અને વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીને મહત્વપૂર્ણ સંદેશ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ સફાઇ ઝુંબેશમાં પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રિજનલ ઓફિસર આર.વી. ચૌહાણ, તેમજ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સાથે જ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, હાથી સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ અને સૌરાષ્ટ્ર કેમિકલના કર્મચારીઓ ,સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
અંતે, આ કાર્યક્રમ દ્વારા પોરબંદરના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જવાબદારી સમજાવી, સ્વચ્છતા અને ટકાઉ વિકાસ તરફ પહેલ કરવા પ્રેરણા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech