BREAKING NEWS

જામનગર સહિત જીલ્લાના એસટી ડેપોએ સફાઇ કામગીરી હાથ ધરાઇ

  • October 03, 2025 11:24 AM 


મહાત્મા ગાંધીની ૧૫૬ જન્મજયંતી નિમિતે રાજય સરકાર દ્વારા તમામ જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોએ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે જામનગર એસટી ડીવીઝનના તાબા હેઠળ આવતા કંટ્રોલ રૂમ અને બસ ડેપો ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


સ્વચ્છતા અને સ્વદેશીનું સુત્ર દેશના નાગરીકોને આપનાર રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીની ૨ ઓકટોબરના રોજ ૧૫૬ જન્મજયંતી નિમિતે જામનગર એસટી ડેપોમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જામનગર વિભાગીય નિયામક બી.સી.જાડેજા, ડેપો મેનેજર એન.ડી.વરમોરા તેમજ જીલ્લા પંચાયતના અધિકારીઓ અને જામનગર એસટી ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા બસ ડેપો ખાતે મુસાફરોની ઉપથ્તિીમાં સફાઇ અભ્યાન હાથ ધરવામાં આવ્યુ હતુ અને મુસાફરોને સફાઇ અંગે જાગૃતતા ફેલાવવા અપીલ કરવામાં આવી હતી જામનગર બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતેના સફાઇ કર્મચારીઓને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મીઠાઇનું બોકસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


જામનગર એસટી ડેપોની સાથો સાથો ડીવીઝનના તાબા હેઠળ આવતા કંટ્રોલ રૂમ કાલાવડ, લાલપુર, કલ્યાણપુર અને ભાણવડ ખાતે પણ સફાઇ કામગીરી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. કાલાવડ ખાતે નગરપાલિકાના પ્રમુખ તેમજ હોદેદારો જોડાયા હતા તેમજ જામજોધપુર, દ્વારકા, જામખંભાળીયા અને ધ્રોલ ડેપો ખાતે પણ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી ધ્રોલ ખાતે યોજાયેલ સફાઇ કામગીરીમાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા પણ જોડાયા હતા.


​​​​​​​ દ્વારકા ડેપો ખાતે સ્વચ્છતા અભ્યાન અંતર્ગત શ્રમદાન કરીને સફાઇ કરનાર કર્મચારીઓને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમયે દ્વારકાના જાણીતા સામાજીક કાર્યકર પરાગભાઇ બારાઇ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application