જૂનાગઢ : ચોમાસુ પ્રારભં થવાને માત્ર એકથી દોઢ માસ બાકી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્રારા વિવિધ વિસ્તારોમા ભૂગર્ભ ગટર, પાણી તથા ગેસની લાઈન નાખવા રસ્તા તોડવામાં આવી રહ્યા છે. બીસ્માર રસ્તાના કારણે લોકોને હેરાન ગતિ થઈ રહી છે જેથી ચોમાસા પૂર્વે રસ્તા ગટર કામગીરી પૂર્ણ કરી રસ્તા નો સમારકામ કરવા વિપક્ષી નેતાએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
મહાનગરપાલિકા વિપક્ષી નેતા લલિતભાઈ પણસારાએ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં અનેક રસ્તાઓ એક બાદ એક તોડવામાં આવી રહ્યા છે જેથી આગામી દિવસોમાં વરસાદી સમસ્યા ના કારણે મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રસ્તાનુ સમારકામ કરવા, મેટલિંગ અને રોલિંગ કરવા, બીસમાર રસ્તાના કારણે ગટરમાં ધૂળ, સિમેન્ટ અને કોન્ક્રીટ તથા પથ્થરની કપચી ભરાઈ જવાથી ગટર ઉભરાવાની પણ સમસ્યા થાય છે જેથી ગટરને જેટિંગ મશીનથી સાફ કરવા,ખરાબ રસ્તાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાથી અનેક સોસાયટીઓમાં કાદવ કિચડ થશે જેનાથી ચાલવું પણ મુશ્કેલ બની જશે તેથી આ રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા, ચોમાસામાં ઉપરવાસના વરસાદથી અને પાણીના આવકના કારણે વોકળામાં પાણીનો પ્રવાહ અવિરત વહે છે, જેથી ગંદુ પાણી ન રહે અને પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે વોકળાને ઐંડો ઉતારવા, રોગચાળો ના ફેલાય તે માટે અત્યારથી જ ફોગિંગ અને જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવે, ચોમાસામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા આશ્રય સ્થાન બનાવવા તથા ચોમાસા દરમિયાન લોકોને પડતી મુશ્કેલી નીવારવા કંટ્રોલ મ કાર્યરત કરવા વિપક્ષી નેતાએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. આગામી દિવસોમાં તત્રં દ્રારા રસ્તા સમારકામ,ગટર, રીપેરીંગ અને વોકળા સાફ–સફાઈ કરવામાં નહીં આવે તો વિપક્ષે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application