ધૂળેટીની રજાના કારણે ધો.૧૨ની પરીક્ષા હવે ત્રણ દિવસ મોડી પુરી થશે, ટાઈમ ટેબલ બદલાયું

  • December 11, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનારી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષાના કાર્યક્રમમાં હોળી અને ધૂળેટીની રજાના પગલે ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. જે અનુસાર હવે બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા ૧૩ માર્ચના બદલે ૧૭ માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહમાં એક જ દિવસે આંકડાશાક્ર અને ભૂગોળના પેપરને લઈને પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ૧૫ ઓકટોબરના રોજ ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમ બોર્ડ દ્રારા નક્કી કરાયેલા એકેડેમિક કેલેન્ડરને ધ્યાને રાખીને તૈયાર કરાયો હતો. જોકે, બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં ધૂળેટીની રજા તા.૧૫ માર્ચના રોજ આપવામાં આવી હતી, પરંતુ સરકાર દ્રારા ધૂળેટીની રજા ૧૪ માર્ચના રોજ જાહે૨ ક૨વામાં આવી હોવાથી બોર્ડ દ્રારા તમામ સ્કૂલોને પત્ર મોકલી રજામાં ફેરફાર કરાયો હોવાની જાણ કરી હતી.
શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં માત્ર ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અગાઉના કાર્યક્રમ અનુસા૨ ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શ કરી ૧૩ માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવનાર હતી, પરંતુ ફેરફાર બાદ હવે સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શ કરવામાં આવશે અને ૧૭ માર્ચના રોજ પૂર્ણ થશે.
બોર્ડ દ્રારા કરાયેલા ફેરફારમાં ધૂળેટીના આગળના દિવસે હોળીના તહેવારને અનુલક્ષીને પેપરમાં ફેરફાર કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં ભૂગોળ અને આંકડાશાક્ર વિષયની પરીક્ષા એક જ દિવસે આવતી હોવાથી તેમાં પણ ફેરફાર કરવા માટે રજૂઆત થઈ હતી. જેથી તે રજૂઆતના ધ્યાને લઈને પણ આ બંને વિષયના પેપર અલગ અલગ લેવાનો નિર્ણય કરાયો છે.
અગાઉના કાર્યક્રમ અનુસાર ૭ માર્ચના રોજ સવારના સેશનમાં ભૂગોળ અને બપોરના સેશનમાં આંકડાશાક્રની પરીક્ષા લેવામાં આવનાર હતી. આ બંને વિષયો એક જ જૂથના હોવાથી બંને વિષય રાખનારા વિધાર્થીઓને એક જ દિવસે બે પેપર આપવા પડે તેવી સ્થિતી ઉભી થતી હોવાથી બોર્ડ દ્રારા તેમાં ફેરફાર કરાયો છે. જે મુજબ હવે ૭ માર્ચના રોજ માત્ર આંકડાશાક્ર વિષયની જ પરીક્ષા લેવામાં આવશે. યારે ભૂગોળની પરીક્ષા ૧૨ માર્ચના રોજ લેવાનું નક્કી કરાયું છે. જેથી અગાઉના કાર્યક્રમ અનુસાર ૧૨ માર્ચના રોજ લેવાનારી સામાજિક વિજ્ઞાન તથા અન્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્રારા ૧૫ માર્ચના રોજ ખસેડવામાં આવી છે. યારે ૧૩ માર્ચના રોજ લેવામાં આવનારી સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃતની પરીક્ષા નવા કાર્યક્રમ અનુસાર ૧૭ માર્ચના રોજ લેવાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application