BREAKING NEWS

ગોંડલના વેકરી ગામે જમીન માપણી મામલે બે પક્ષો વચ્ચે બઘડાટી બોલી

  • June 08, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના વેકરી ગામે જમીન માપણીને લઇ બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી. ચરખડીના સર્વે નંબરમાં આવેલી જમીનની માપણી કરાવવા ગયેલા જાડેજા બંધુઓને બે શખસોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે સામાપક્ષે જાડેજા બંધુઓએ પણ ગાળો અને ખુનની ધમકી આપ્યાનો આક્ષેપ કરાતા ગોંડલ તાલુકા પોલીસે સામસામી ફરિયાદના આધારે ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે ભગવતિનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવાન સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ આરોપી તરીકે ગોંડલમાં વેકરી ગામે રહેતા હાર્દિકસિંહ સુખદેવસિંહ ચુડાસમા અને ગૌરાંગસિંહ ચુડાસમાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને વેકરી ગામ પાસે ચરખડીના સર્વે નંબરમાં આવેલ જમીનની માપણી કરવાની હોય જેથી રાજકોટથી ડી.એલ.આર. ઓફીસર આવ્યા હતા. જેથી તેમની સાથે તે તથા તેનો ભાઈ વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એકટીવા લઇને ગઇ તા.૦૬૦૬૨૦૨૬ બપોરના આશરે સાડા બાર વાગ્યે ચરખડી ગામના સર્વે નં.૨૮૯ પૈકી ૩ ખાતે આવેલ જમીને ગયા હતા. અમે બંને ભાઈઓ તથા ડી.એલ.આર. ઓફીસર હજુ જમીન પાસે પહોંચ્યાં ત્યાં જ વેકરી ગામના સરપચં વિજયસિંહ અને હાર્દિકસિંહ સુખદેવસિંહ ચુડાસમા બંને આવી પહોંચ્યા હતા. હાર્દિકસિંહ કહેવા લાગેલ કે, હત્પં તમને જમીન માપવા માટે જવા દઈશ નહિ, તમારાથી થાય તે કરી લેજો કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જે સમયે વિજયસિંહ વચ્ચે પડા હતા અને જે હશે તે બે–ત્રણ દિવસમાં બધી વાતનું નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું હતું. બાદ ડી.એલ.આર. અધિકારીએ જમીનમાં બધા ખાતેદારો હાજર ન હોય જેથી હાલ માપણી થઇ શકે તેમ નથી તેવુ જણાવતા ફરિયાદી ગોંડલ પરત આવવા નિકળેલ હતા. દરમિયાન ગૌરાંગસિંહ ચુડાસમા ફોરવ્હીલ લઇ આવી ગાડીમાંથી ઉતરી બેફામ ગાળો દેવા લાગેલ હતા. ગાડીમાંથી ધોકો કાઢી ધમકાવવા લાગેલ કે હવે બીજી વખત અહીં આવશો તો જાનથી મારી નાખીશ. દરમિયાન સરપચં વિજયસિંહ આવી ગયેલ અને ગૌરાંગસિંહને સમજાવી તેની ગાડીમાં બેસાડી દીધેલ હતો.
જયારે સામાપક્ષે ગોંડલના વેકરી ગામે રહેતા ૩૪ વર્ષીય ખેડૂત હાર્દિકસિંહ સુખદેવસિંહ ચુડાસમાએ આરોપી તરીકે સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઇ તા.૦૬૦૬૨૦૨૬ ના રોજ તે વેકરી ગામે હતો. વેકરી ગામ પાસે ચરખડીના સર્વે નંબરમાં તેમની જમીન આવેલી હોય યાં તે તથા ગૌરવસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમાં ફોરવ્હીલ ગાડી લઇને આટો મારવા ગયા હતા. ત્યારે વાડીએ પહોંચતા ત્યાં ગોંડલના સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા હાજર હતા. તેઓ કહેવા લાગ્યા હતા કે, અમે જમીનની માપણી કરવા માટે આવેલ છીએ. જેથી તેમને જમીન માપણી કરવાની ના પાડતા સુરેન્દ્રસિંહ તથા વિજયસિંહ બોલાચાલી કરવા લાગી ગાળો દેવા લાગ્યા હતા. બાદ સુરેન્દ્રસિંહ તથા વિજયસિંહ કહેવા લાગેલ કે, અમારી જમીન અહીં નિકળે છે, જેથી અમે જમીનની માપણી કરવાના જ છીએ, તમે જમીનની માપણી નહીં કરવા દો તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે સામસામી ફરિયાદના આધારે ચાર શખસો વિદ્ધ ખુનની ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application