ગાળો બોલવાની ના પાડતા થઇ મારામારી: ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા

  • September 17, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શીશલી ગામે બહેન-બનેવી અને ભાણેજને માર મારવામાં આવતા બહેને ભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શીશલી ગામે નવાપરામાં રહેતા કાંતાબેન કિશોર ડાભી નામના ૪૮ વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છેકે તા. ૧૫-૯ રાત્રે સાડા નવ વાગ્યે તેઓ તથા ઘરના સભ્યો હાજર હતા ત્યારે તેનો મોટો ભાઇ ધીરુ છગન મકવાણા ફરિયાદીના ઘરની  સામે રહે છે તે કાંતાબહેનનું નામ લઇને ગાળો બોલતો હતો આથી કાંતાબેને ધીરુના દીકરા અજયને સમજાવવાનું કહ્યુ હતુ. 
તે દરમિયાન અજય પોતાના ઘરમાંથી લાકડી લઇને આવ્યો હતો અને કાંતાબેનના દીકરા ઉદયને માર માર્યો હતો. ત્યારબાદ પાછળથી વિજય દેવા મકવાણા, રોહિત વિજય મકવાણા અને ધીરુ છગન મકવાણા પણ આવી પહોંચ્યા હતા અને ફરીયાદી કાંતાબહેન તથા  તેના પતિ કિશોરને માર મારવા લાગ્યા હતા તથા ‘તમને બધાયને જીવતા મારી નાખવા છે.’ તેમ ધમકી આપીને જતા રહ્યા હતા.
ફરીયાદીને લોહી નીકળતુ હોવાથી તેની પુત્રી ઉર્મિલાએ ૧૦૮ને જાણ કરતા કાંતાબેન તેના પતિ કિશોર અને પુત્ર ઉદયને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ફરીયાદ નોંધાવી છે જેમાં ધીરુ છગન મકવાણા, અજય ધીરુ મકવાણા, વિજય દેવા મકવાણા અને રોહિત  વિજય મકવાણાએ માર માર્યાનું અને ધમકી આપ્યાનું જણાવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application