પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફટબોલ મેચ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં ચાહકો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોરમાં રવિવારે ફટબોલ મેચ દરમિયાન ચાહકો વચ્ચે મારામારી થઇ છે, સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ એએફપીને જણાવ્યું હતું. એક ડોકટરે નામ ન આપવાની શરતે કહ્યું, હોસ્પિટલમાં યાં સુધી આખં દેખાય છે ત્યાં સુધી મૃતદેહોની કતારો છે. કોરિડોરમાં ઘણા મૃતદેહો લોર પર પડા છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા દેખાવકારોએ એનજેરેકોરપોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાડી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, મેચ રેફરીના વિવાદિત નિર્ણયથી હિંસા શ થઈ હતી. આ પછી ચાહકોએ પિચ પર હત્પમલો કર્યેા. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે આ મેચ ગિની જુન્ટાના નેતા મામાડી ડુમ્બુયાના માનમાં આયોજિત ટુર્નામેન્ટનો એક ભાગ હતો. આ મેચ ગિની આર્મી આર્મી જનરલ મામાડી ડોમ્બોયાના સન્માનમાં યોજાઈ રહી હતી. ડોમ્બોયાએ ૨૦૨૧માં ગિનીમાં બળવા કરીને સત્તા કબજે કરી હતી. ડોમ્બોયા, જેમણે પોતાને આર્મી જનરલ જાહેર કર્યેા, તેણે સપ્ટેમ્બર ૨૦૨૧ માં રાષ્ટ્ર્રપતિ આલ્ફા કોન્ડેની સરકારને ઉથલાવી અને પોતે સત્તા સંભાળી. આંતરરાષ્ટ્ર્રીય દબાણને કારણે તેમણે કહ્યું હતું કે તેઓ ૨૦૨૪ના અતં સુધીમાં ચૂંટણી કરાવશે, પરંતુ હજુ સુધી ચૂંટણીની કોઈ શકયતા નથી. ડોમ્બોયાએ જાન્યુઆરી ૨૦૨૪માં કર્નલથી લેટનન્ટ જનરલ તરીકે પોતાની જાતને બઢતી આપી હતી. ગયા મહિને તેણે પોતાને ગિનીના આર્મી જનરલ જાહેર કર્યા હતા.
ડોમ્બુયાના કાર્યકાળ દરમિયાન વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે ડોમ્બોયા આવતા વર્ષે ચૂંટણી યોજી શકે છે. ડોમ્બુયા પણ ચૂંટણી લડી શકે છે. તેથી, તેમની લોકપ્રિયતા વધારવા માટે, તેઓ દેશના વિવિધ ભાગોમાં ફટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.
૨ વર્ષ પહેલા ઇન્ડોનેશિયામાં પણ એક અકસ્માત થયો હતો. ત્યારબાદ ફટબોલ મેચ દરમિયાન નાસભાગમાં ૧૭૪ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. મેચ દરમિયાન, એક ટીમ હાર્યા પછી, તેના ચાહકો મેદાનમાં પ્રવેશ્યા. આ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડો અને ટીયર ગેસના શેલ છોડવા પડા.જે મેચ અરેમા ફટબોલ કલબ અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ ૪૨ હજાર દર્શકો હાજર હતા. આ તમામ દર્શકો અરેમા ફટબોલ કલબના ચાહકો હતા. આયોજકોએ પર્સેબાયા સુરાબાયાના ચાહકોને આવવા પર પ્રતિબધં મૂકયો હતો, કારણ કે તેઓ કોઈપણ પ્રકારની ખલેલ ટાળવા માંગતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech