શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સેના અને વચ્ચે અથડામણ, કેટલાય ઘરો ખાલી કરાવાયા, સર્ચ ઓપરેશન ચાલુ

  • November 02, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદ વિરોધી કામગીરીના ભાગરૂપે, CASO એ મધ્યરાત્રિથી શોધખોળ શરૂ કરી હતી, જે અંતર્ગત આ વિસ્તારના એક ડઝનથી વધુ ઘરોને નાગરિકો પાસેથી ખાલી કરાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે.


બાંદીપોરામાં રાષ્ટ્રીય રાઈફલ્સ કેમ્પ પર હુમલો


જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. એ પહેલા શનિવારે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં 14 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર હુમલો કર્યો હતો. સેનાએ તરત જ જવાબી કાર્યવાહી કરી, જે બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા. આતંકવાદીઓએ બડગામમાં બે પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ સેનાએ આતંકીઓને પકડવા માટે ઘેરાબંધી શરૂ કરી હતી.


આતંકીઓએ જે મજૂરો પર ગોળી મારી હતી તેમની ઓળખ સુફિયાન અને ઉસ્માન તરીકે થઈ છે. બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. હુમલા બાદ બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની હાલત સ્થિર છે.


આતંકવાદી હુમલાઓમાં વધારો થયો


જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. તાજેતરમાં, આતંકવાદીઓએ શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર ઝેડ-ટર્ન પર ટનલ નિર્માણ સ્થળ પર હુમલો કર્યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે કામદારો અને અન્ય કર્મચારીઓ ગાંદરબલના ગુંડ વિસ્તારમાં તેમના કેમ્પમાં પરત ફરી રહ્યા હતા.


એ પછી 24 ઓક્ટોબર, 2024 ના રોજ આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ઉત્તર પ્રદેશના અન્ય એક મજૂર શુભમ કુમારને પણ ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો. સોમવારે (28 ઓક્ટોબર 2024) સવારે, આતંકવાદીઓએ એમ્બ્યુલન્સને નિશાન બનાવી અને જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરમાં સેનાના કાફલા પર ગોળીબાર કર્યો, જેના પછી વિશેષ દળો અને એનએસજી કમાન્ડોએ એક ઓપરેશન હાથ ધર્યું જેમાં એક હુમલાખોર માર્યો ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application