રાજકોટમાં એનએસયુઆઇ પ્રમુખ તથા બે પોલીસમેન વચ્ચે મારામારી: સામ સામી ફરિયાદ

  • April 29, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વાહન ચેકિંગ સમયે રાજકોટ શહેર એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા તેની સાથે રહેલા બે શખસોએ બે પોલીસમેન સાથે માથાકૂટ કરી માર મારી જયારે સામા પક્ષે બંને પોલીસમેનએ પણ ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કયર્નિી બંને પક્ષે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇને સ્ટેટીક સ્કવોડ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન બ્લેક કલરની ક્રેટા કાર આવી હતી જેને અટકાવીને પોલીસે કારની તલાસી લીધી હતી જોકે કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. પરંતુ કારના કાચ પર બ્લેક ફિલ્મ હોવાથી દંડ લેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી થતાં માથાકૂટ થઇ હતી.

કારમાંથી ઉતરેલા નરેન્દ્ર સોલંકી, રાહલ સોલંકી તથા રાહલ ગમારાએ હાજર પોલીસમેન કનુભાઇ ગોદડભાઇ ભમ્મર તથા અભિજીતસિંહ ઝાલા સાથે માથાકૂટ કરી હતી. નરેન્દ્રએ પોતે એનએસયુઆઇના પ્રમુખ હોવાની ઓળખ આપી હતી. અમારી કાર કેમ ચેક થાય પોલીસને બહં પાવર છે, હવે તમારા પટ્ટા ઉતરાવી લઇશુ કહી ઝપાઝપી કરી હતી. ગાળો બોલતા હોય ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતાં અને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતાં.
સામા પક્ષે નરેન્દ્ર સાથે રહેલો કુંભારવાડામાં રહેતા એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થી રાહેલ સોલંકીએ પણ એવો આરોપ મુકયો હતો કે પોલીસમેન દ્વારા માર મારવામાં આવ્યો, ફડાકા ઝીંકી દીધા હતાં અને જ્ઞાતિ પૂછીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કયર્િ હતાં. બંને પક્ષેના આરોપોના આધારે પોલીસમેન કનુભાઇની ફરિયાદ પરથી એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તેની સાથે રેલા રાહલ સોલંકી તથા રાહલ ગમારા સામે માર મારી ફરજ કાવટ કયર્નિી ધમકી આપ્યાની ફરિયાદ નોંધી હતી.

સામાપક્ષે રાહલ સોલંકીની ફરિયાદ આધારે બંને પોલીસકર્મી કનુભાઇ ભમ્મર તથા અભિજીતસિંહ ઝાલા સામે ફડાકા ઝીંકી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કયર્નિા આરોપસર ગુનો નોંધવતા બી ડિવિઝન પોલીસે બંને પક્ષે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.વાહન ચેકિંગ દરમિયાન અગાઉ પણ ઘણી વખત પોલીસ સાથે માથાકૂટો, ઘર્ષણ થયાના બનાવો પોલીસ દફતરે નોંધાતા રહ્યા છે. આવી ઘટનામાં કયારેક પોલીસની ઉતાવળ અને ઘણા ખરામાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ન ભરવો હોય ખોટી માથાકૂટ કરતા રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application