ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને અજમેર શરીફ દરગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને પણ વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે. અજમેર શરીફ દરગાહની નીચે શિવ મંદિર હોવાનો દાવો કરી રહેલા હિન્દુ સેનાના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા એ હવે દિલ્હીની જામા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(એએસઆઈ)નો સંપર્ક કર્યેા છે. અજમેર શરીફની જેમ તેમણે એક પુસ્તકને પોતાના નવા દાવાનો આધાર બનાવ્યો છે.
હિન્દુ સેનાના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા 'માસીર–એ–આલમગિરી' નામની પુસ્તકમાં જે લખ્યું છે તેના આધારે જામા મસ્જિદના પગથિયાનો સર્વે કરવા માંગે છે. આ પુસ્તકમાં મુઘલ શાસક ઔરંગઝેબ(૧૬૫૮–૧૭૦૭)ના શાસનનું વિગતવાર વર્ણન છે. આ પુસ્તક સાકી મુસ્તાદ ખાન દ્રારા બાદશાહના મૃત્યુ પછી ઇનાયતુલ્લા ખાન કાશ્મીરીના કહેવા પર લખવામાં આવ્યું હતું, જે બાદશાહના છેલ્લા સચિવ હતા. વર્ષ ૧૬૭૯ની ઘટનાઓની વિગતો આપતા પુસ્તકમાં જામા મસ્જિદ વિશે જે લખવામાં આવ્યું છે તેના આધારે વિષ્ણુ ગુપ્તા ઇચ્છે છે કે પગથિયાઓ ખોદીને સત્ય જાણવા મળે.
'માસીર–એ–આલમગિરી' પુસ્તકમાં મે ૧૬૭૯ની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, '૨૫મી મે ૧૬૭૯માં ખાન જહાં બહાદુર જોધપુરથી આવ્યો, મંદિરો તોડી નાખ્યા અને બળદગાડામાં મૂર્તિઓ સાથે લાવ્યા.
તે સમ્રાટને બતાવવામાં આવી હતી. સમ્રાટે ખાન જહાં બહાદુરની ખૂબ પ્રશંસા કરી હતી અને આદેશ આપ્યો હતો કે મોટાભાગે સોના, ચાંદી અને તાંબા અથવા પથ્થરથી શણગારેલી મૂર્તિઓ જામા મસ્જિદના પગથિયાં નીચે દાટી દેવામાં આવે.'
વિષ્ણુ ગુપ્તા એ એએસઆઇને પત્ર લખ્યો
વિષ્ણુ ગુપ્તા એ એએસઆઇના ડાયરેકટરને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું કે, 'મુઘલ શાસકે હિન્દુઓનું અપમાન કરવા માટે સીડીઓમાં દેવી–દેવતાઓની મૂર્તિઓ દાટી હતી. મસ્જિદ એએસઆઇના નિયંત્રણમાં છે અને તેમને આવા સ્થળોનો સર્વે કરીને સત્ય જાણવાનો અધિકાર છે. મસ્જિદની સીડીઓ નીચે મંદિરો અને મૂર્તિઓના અવશેષો છે. આનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. સર્વે કરાવ્યા બાદ મૂર્તિઓને બહાર કાઢીને મંદિરોમાં પુન:સ્થાપિત કરવામાં આવે અને ઔરંગઝેબનું સત્ય દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં આવે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech