ધોરાજીના ઉમરકોટ ગામે બે પોલ્ટ્રી ફાર્મ ડિમોલિશન મામલે સરકાર સામે મનાઇ હૂમલા સહિતના દાવા ફગાવાયા
ધોરાજીના ઉમરકોટ ગામે બે પોલ્ટ્રી ફાર્મ ડિમોલિશન મામલે સરકાર સામે મનાઇ હૂમલા સહિતના દાવા ફગાવાયા
May 20, 2026 11:23 AM
ધોરાજીના ઉમરકોટ ગામે સરકારી જમીન ઉપર ખડકાયેલા બે પોલ્ટ્રી ફાર્મના ડિમોલિશન બાબતે બન્નેના માલિકો દ્રારા મામલતદાર–કલેકટર તત્રં સામે મનાઇ વળતર અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના દાવા સિનિયર સિવિલ જજ કોર્ટ દ્રારા ફગાવી દેવાયા છે.મોહમ્મદ દોસ્ત મહમદ અમરોલીયા અને ઈબ્રાહીમ કાસમ ખપીયાણી, (રહે. બંને ઉંમરકોટ)એ દાવો દાખલ કરેલો હતો કે સરકાર દ્રારા તેમની મિલકતને ખોટી રીતે ડિમોલિશન કરવામાં આવશે. અને તેનાથી રક્ષણ મળવા માટે દાવાઓ દાખલ કરેલા હતા. આ દાવામાં મોહમ્મદ દોસ્ત મહમદ અમરોલીયાની સર્વે નંબર ૪૩ પૈકી ૨ પૈકી ૨ની સીમ જમીનમાં તેમના દાદા અહમદ ઉંમરભાઈએ ૫૦ વર્ષ પહેલા પોલટ્રી ફાર્મ બનાવેલું હતું અને તેની ઉત્તરોત્તર કબજો ભોગવટો મોહમ્મદભાઈ કરી રહ્યા છે. દરમિયાન સરકાર દ્રારા કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય મામલતદાર તેને પાડી નાખવાના છે તેવા ભય સાથે દાવો દાખલ કરેલો હતો.સાથે સાથે ઇબ્રાહીમ કાસિમભાઈ ખપીયાણીએ પણ આ જ રીતે સર્વે નંબર ૪૫૨ પૈકી ૩ની જમીન ઉપર તેઓએ ગ્રામ પંચાયત પાસેથી ૧–૫–૨૦૨૦ના બાંધકામની રજા ચિઠ્ઠી મેળવેલી છે અને પોલટ્રી ફાર્મ બનાવેલું છે તે માટેની જરી ફી તથા વેરા પણ ગ્રામ પંચાયતમાં ભરે છે તેવા આધારો રજુ કરેલા અને તલાટી કમ મંત્રીના, આપકી આ પોલટ્રી ફાર્મ ઇબ્રાહીમ કાસમ ખપીયાણી ધરાવે છે તેવી હકીકત અને દસ્તાવેજી પુરાવા સાથે દાવો દાખલ કરેલો હતો.જે દાવામાં કલેકટર વતી રજૂઆત કરવા ધોરાજીના મામલતદારે આ દાવામાં સત્ય હકીકત સાથે દસ્તાવેજી પુરાવો રજૂ કરેલો કે હાલના કિસ્સામાં દબાણ દૂર કરવા માટે પ્રક્રિયા શ થયેલી છે. તેમાં લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈ મુજબ વાદીઓને નોટિસ આપવામાં આવેલી છે વાદીઓનો કબજો કાયદેસરનો નથી અને આવા સંજોગોમાં ડિમોલિશનની કાર્યવાહી અટકાવી શકાય નહીં. વિશેષમાં વાદીઓ તરફથી નાયબ કલેકટર માં અરજી કરેલી હતી તે અરજી પણ રદ થયેલી છે. આ ચાલુ કેસ દરમિયાન મામલતદારે બન્ને વાદીઓએ તા.૧૬–૧–૨૦૨૫ના ડિમોલિશન થયું હોવાને કોર્ટમાં જાણવી મામલતદાર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ મુજબ કાર્યવાહી કરવા તથા પિયા ૨૫ લાખ તથા રૂપિયા ૫૦,૦૦૦ વળતર વ્યકિતગત વસૂલ મળવા માંગણી કરી હતી. આ બંને સમય આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર, કાર્તિકેય મનોજભાઈ પારેખે સરકાર પક્ષે દલીલો કરી હતી અને જણાવેલ હતું કે, ગુજરાતની વડી અદાલતના માર્ગદર્શન મુજબ જે કઈં પણ સરકારી જમીન ઉપરનું દબાણ છે તે હટાવવા માટે મામલતદાર કાયદેસરની પોતાની કાર્યવાહી કરી રહ્યા છે અને ફરજ નિભાવી રહ્યા છે તેમાં કોઈ ગેરકાયદેસરતા નથી. આ દબાણ હટાવતા પહેલા પ્રતિવાદીઓને સરકાર તરફથી કાયદેસરની નોટિસ પણ પાઠવવામાં આવેલી છે અને કાયદેસરની ફરજના ભાગપે કરેલ કાર્યવાહીમાં કોઈ વળતર અપાવી શકાય નહીં. વળી અદાલત તરફથી કોઈ વચગાળાનો મનાઈ હત્પકમ હતો નહીં આવા સંજોગોમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની માંગણી પણ ઉભી રહે નહીં. બંને પક્ષકારોને દલીલો સાંભળી અને ધોરાજીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુનિલકુમાર વામનભાઈ વાઘે બન્ને વાદીની વચગાળાના મનાય હત્પકમની અરજી રદ કરેલી. વાદી તરફથી આપવામાં આવેલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પણ રદ કરેલી. વાદી તરફથી માંગવામાં આવેલ વળતરની અરજી પણ રદ કરેલી. અને અંતમાં એજીપી તરફથી પુરાવો નોંધ્યા પહેલા જ આખો દાવો રદ કર્યેા છે