રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કરડતા ઉંદરોના ત્રાસનો વિડિઓ વાયરલ થવાથી હોસ્પિટલ તંત્રએ ઉંદર પકડો અભિયાન હાથ ધરતા જુદા જુદા વોર્ડમાં મુકવામાં આવેલા પાંજરામાં ૧૫ જેટલા ઉંદર પુરાતા આજી નદીમાં મુકત કરવામાં આવ્યા છે. ઉંદર પકડો અભિયાનની મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલ અને ઝનાનામાં ઉંદરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધતા દર્દીઓ સહિતના ત્રાસ અનુભવી રહ્યા છે. ખાસ કરી સિવિલના સર્જરી, ઓપીડી, અને પીએમએસએસવાય બિલ્ડીંગમાં ઉંદરો દોડતા હોવાથી દર્દીઓને જાગતા રહેવાની ફરજ પડતી હતી. ઉંદરો વોર્ડમાં દોડ મૂકી ફરતા હોવાનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્રએ હરકતમાં આવી ઉંદરને પકડવા દોટ મૂકી હોય તેમ ઠેક ઠેકાણે પાંજરા મુકવામાં આવ્યા હતા. પાંજરા મુકયાના ૨૪ કલાકમાં ૧૫ જેટલા ઉંદરો પાંજરે પુરાઈ જતા તેને કર્મચારીઓ દ્રારા આજીડેમ નજીક છોડી મુકવામાં આવ્યા હતા. બીજી બાજુ ઝનાના હોસ્પિટલમાં પણ માકડ સહિતના જીવજંતુંઓનો ઉપદ્રવ હોવાની પણ ફરિયાદો ઉઠતા પેસ્ટ કંટ્રોલની કામગીરી પણ કરવી જરી બની છે. જો કે તત્રં દ્રારા પ્રકિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે..