કોરોના કાળમાં અવસાન પામેલાના પરિજનોને સાંત્વના આપતા શહેર કોંગ્રેસ હોદેદારો

  • July 15, 2021 11:05 AM 

કોરોના કાળમાં અવસાન પામેલા લોકોના સ્વજનોઓના પરિવારના ઘરે રુબરુ મુલાકાત કરી અને પરિવારને સાંત્વના પાઠવતા શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને વોર્ડ નં. 4 કોંગ્રેસ પરિવાર તા. 9-7-21ને શુક્રવારના રોજ જામનગર શહેર વિનાયક પાર્ક નવાગામ ઘેડ વાડી વિસ્તારમાં રહેતા અનેવોર્ડ નં. 4માં રહેતા કોંગ્રેસના કાર્યકતર્િ સવજીભાઇ ડાભીના પિતા સ્વ. ચનાભાઇ રામજીભાઇ ડાભી તેમજ વોર્ડ નં. 4 વિનાયક પાર્ક રહેતા નરેશભાઇ ોહિલના પિતા સ્વ. કાંતિલાલ ભીખુભાઇ ગોહિલ, ખળખળનગર નવાગામ ઘેડના રહેતા જયાબેનના દીકરા સ્વ. અશ્ર્વિન નાનજીભાઇ રાઠોડ, ગાયત્રી ચોક નવાગામ ઘેડ રહેતા રોહિત નાનજીભાઇ ગુજરાતીના પિતા નાનજીભાઇ રામજીભાઇ ગુજરાતીઓનું કોરોના મહામારીમાં દુ:ખ જ અવસાન થયું છે.

તે પરિવારજનો સાથે રુબરુ મુલાકાત લઇ અને ભાગવત ગીતાનું પુસ્તક પરિવારજનોને અર્પણ કરી સાંત્વના અને શ્રદ્ધાંજલી પાઠવતા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શહેર સંગઠન મહામંત્રી પાર્થ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતા અને શહેર મહામંત્રી આનંદભાઇ ગોહિલ, શહેર ઓ.બી.સી. પ્રમુખ સુભાષભાઇ ગુજરાતી, શહેર કોંગ્રેસ વોર્ડ નં. 4ના પ્રમુખ મહેશ ડાભી, તેમજ વોર્ડ નં. 4ના મહિલા પ્રમુખ સુષ્માબા જાડેજા જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<