રાજકોટમાં ચારની જિંદગી કચડી નાખનાર સિટી બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા તાત્કાલિક અસરથી ટર્મિનેટ

  • April 16, 2025 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સીટી બસનો અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મૃત્યુ નીપજાવવાની ઘટના મામલે સીટી બસના ડ્રાઇવર શિશુપાલ સિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે

આ દુર્ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.સાથોસાથ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application