ધ્રોલમાં શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા "જન ચેતના આંદોલન" નો કાર્યક્રમ સંપન્ન

  • July 09, 2021 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં ગત તારીખ ૦૮/૦૭/૨૧ ને ગુરુવારના રોજ ધ્રોલ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા "જન ચેતના આંદોલન" નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાયૅક્રમમાં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા એઆઇસીસીનાં મેમ્બર્સ શ્રીમતી શહેનાઝબેન બાબી તથા કાલાવડ-૭૬ નાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલનાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહિલા સહારાબેન મકવાણા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) શ્રી કે.પી.બથવાર તથા જામનગર જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નયનાબા જાડેજા તથા પુજાબા જાડેજા તથા પૂર્વ પ્રમુખ શ્રીમતી રીટાબા જાડેજા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ઝાલા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી જીજુભા જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ આગેવાન શ્રી ગોવિંદભાઈ પટેલ તથા  જામનગર જીલ્લા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ અનુ.જાતિ.ના ચેરમેન શ્રી રમેશભાઈ વરણ તથા તથા જયેન્દ્રસિહ જાડેજા તથા નસિમબેન તથા શિરીનબેન તથા ધ્રોલ તાલુકા નાં વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાયૅક્રમ માં ધ્રોલ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌપ્રથમ વંદેમાતરમ્ ગીતથી કાયૅક્રમ ચાલુ કરેલ ત્યાર બાદ " કોરોના મહામારી" જે  લોકો મૃત્યુ પામ્યા છે તેનાં  માન માં બે મિનિટ મૌન રાખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી ને કાયૅક્રમ નો દોર આગળ વધારેલ આ કાયૅક્રમ જે વરિષ્ઠ આગેવાનો  એ કોંગ્રેસ સમિતિ માં કામ કરેલ છે તેઓને આવકારવા માં આવેલ તેમજ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ દ્રારા પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા દરેક આગેવાનો ને  જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ધ્રોલ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મીટીંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરેક હોદેદારો અને કાર્યકરોનાં સુચનો અને ઠરાવોને વાંચીને દરેક હોદેદારો ઓએ હાથ ઉંચા કરીને  ટેકો આપ્યો હતો અને આ  ભાજપ સરકારનાં અણઘડ વહીવટ અને દરેક ક્ષેત્રમાં ફેઈલ થયેલ સરકારને જાકારો આપવાનો સમય આવી ગયો છે, ત્યારે ખેડૂતોનાં પ્રાણ-પ્રશ્નો તથા બેરોજગારી તથા પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા તથા શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ તેમજ અનાજ કઠોળ, દુધ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ ભાવો આસમાને પહોંચ્યા ત્યારે આ કુંભકર્ણની સરકારને ઢંઢોળવાનો ફરી પ્રયત્ન કરેલ, આ સરકારની અણ‌-આવડતનો ભોગ પ્રજાજનો બનતા જાય છે તેનાં અનુસંધાને ધ્રોલ તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા ભવ્ય રેલી યોજી અને   રેલીનાં સ્વરૂપે ઝંડા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી આ ભાજપ સરકારની વિરુદ્ધ  સુત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરીને આ ભ્રષ્ટાચારીને સદ્દબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

આ તકે બપોર બાદ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ ફ્રન્ટ્રલ સેલ મોરચાના હોદેદારો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયાએ વિગતવાર માહિતી આપી અને નવી બોડીની નિમણૂંક કરવા અંગેની માહિતગાર કર્યા હતા અને છેલ્લે જે લોકો કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હતા તેમનાં પરિવારજનોને સાન્ત્વના આપવા મૃતક પરિવારના નિવાસસ્થાને ગયા હતા.

આ કાયૅક્રમનું સંચાલન કે.પી.બથવારે કરેલ હતું અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ કલ્પેશભાઈ હડીયલએ કર્યું હતું, તેમ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS