શહેર જિલ્લા કોંગ્રેસની જી.જી. હોસ્પિટલમાં દવાની અછતની રજુઆત ફળી

  • July 15, 2021 10:56 AM 

હોદેદારો દ્વારા ઉગ્ર આંદોલનની લેખિત ચીમકી અપાઇ હતી

શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને જિલ્લા ઓ.બી. સી. પ્રમુખ કલ્પેશ હડીયેલ જી.જી. હોસિપટલમાં બી.પી.ની દવા, વીટામીન દવા, માનસિકના રોગની દવા અને કફ સિરપ રાબેતા મુજબ દવાબારી ઉપર ફુલ હાજર સ્ટોકમાં જામનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, અને જામનગર જિલ્લા ઓ.બી.સી. પ્રમુખ કલ્પેશભાઇહડીયેલ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 3 4 મહિનાથી ખુબ જ જરી અને સામાન્ય દવા લેવામ ાટે લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હતા જે શહેર પ્રમુખને ગરીબ લોકોએ રજુઆત કરેલ હતી. જે શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, અને જામનગર જિલ્લા ઓ.બી.સી. પ્રમુખ કલ્પેશભાઇ હડીયેલ દ્વારા ગંભીરતા લઇ અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી અને સ્થાનિક રાજયમંત્રી, સાંસદસભ્ય અને ધારાસભ્યને લેખિત ચીમકી આપવામાં આવેલહતી જો દિવસ આઠમાં જી.જી. હોસ્પિટલમાં દવાઓ નહિ આવે તો પ્રજાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવે આ ચીમકીને ઘ્યાનમાં લઇ અને માત્ર 7 દિવસ હોસ્પિટલની દવાબારી ઉપર બધી દવા આવી જેની અનેક દવાઓ તાત્કાલિક હોસ્પિટલમાં માંગવામાં આવેલ છે જે ગરીબ દર્દીઓમ ાટે રાહતના સમાચાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS