રાહુલ ગાંધી દ્વારા સંસદની શર્મસાર ઘટના અંગે શહેર ભાજપે કર્યુ પૂતળા દહન

  • December 20, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને ભારતરત્ન દ્વારા સન્માનવામાં આવેલ. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના ભાષણનો તોડી મરોડીને વિરોધ પક્ષોએ રાજકીય ઉપયોગ કરવાનો હીન પ્રયાસ કરેલ, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આ ઘટનાનો વિરોધ કરતા રૂપમ ચોક ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર ભરત બારડ, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા, મહામંત્રી પાર્થ ગોંડલીયા અને નરેશ મકવાણા સહિત શહેર અને વોર્ડ સંગઠન, મ.ન.પાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગર સેવકો, વરિષ્ટ આગેવાનો, યુવા અને મહિલા મોરચા સહિત તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.  દેશ માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા થવાની હોય ત્યારે યેનકેન પ્રકારે સંસદની કાર્યવાહીમાં બાધારુપ થનારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળીને બાબાસાહેબ અમર રહો, બંધારણ અમર રહો તેમજ બાબા સાહેબકા અપમાન નહીં સહેંગે. જેવા સુતત્રોચ્ચાર કરેલ. અભય ચૌહાણ અને જીતુ વાઘાણીએ  જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર અત્યારે બંધારણનો ૭૫ મો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે. અંતમાં  મહામંત્રી નરેશ મકવાણાએ આભારવિધિ કરી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News