ગુજરાત વિધાનસભામાં માહિતી અને પ્રસારણ વિભાગની . ૨૩૨.૯૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. ચર્ચાના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગે પ્રચાર–પ્રસારને વ્યાપક બનાવવા માટે એવો નિર્ણય લીધો છે કે, રાય સરકારના ૨૧ વિભાગોમાં પી.આર. કમ સોશિયલ મીડિયા યુનિટ અને દરેક જિલ્લ ામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવામાં આવશે. ૭૪ કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે ગોઠવીને નાગરિકોને જનહિતલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. નાગરિકો સુધી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો, કાર્યક્રમો, નાગરિકલક્ષી યોજનાઓની વિશ્વાસપાત્ર અને સચોટ માહિતી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા માહિતી અને પ્રસારણ વિભાગ ભજવે છે.
માહિતી વિભાગે નવીન પહેલ કરી છે. જે મુજબ, મારી યોજના પોર્ટલ ગુજરાત અને ભારત સરકારની ૬૮૦થી વધુ યોજનાઓની માહિતી એક જ કિલકમાં ઉપલબ્ધ કરાવે છે. આ વિભાગ અંતરિયાળ ગામડાઓ સુધી યોજનાકીય માહિતી પહોંચાડવા સતત કાર્યરત છે, જેનાથી ફેક ન્યુઝની ભરમાર વચ્ચે પણ વિશ્વાસ જળવાઈ રહ્યો છે.
વિકાસના રોલ મોડલ તરીકેની ગુજરાતની વૈશ્વિક ઓળખ ઉભી કરવામાં પ્રચાર–પ્રસારના માધ્યમોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ પૂરવાર થઇ છે. ગુજરાતની વિકાસયાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ૫જી જેવી અધતન ટેકનોલોજીના હરણફાળ યુગમાં પ્રચાર પ્રસિદ્ધિના માધ્યમોની ગતિ અને સંખ્યા વાયુ વેગે વધી રહી છે. તેને અનુપ માહિતી વિભાગે તેની કામગીરીની શૈલીમાં પરિવર્તન લાવી, અનેક નવતર પહેલો કરી છે. સરકારની દરેક યોજના તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચે, તેના માટે માહિતી વિભાગ યોજનાકીય માહિતી અંતરિયાળ ગામના નાગરીકો સુધી પહોંચે, તેવી પ્રાથમિકતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. માહિતી અને પ્રસારણ વિભાગ સતત ૨૪ કલાક એલર્ટ રહે છે. આજે સમગ્ર વિશ્વ ગુજરાતના અવિરત વિકાસથી વાકેફ અને પ્રભાવિત થયું છે તેમાં માહિતી અને પ્રસારણ વિભાગનું યોગદાન મહત્વપૂર્ણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMપોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 9 લાખના રોકાણ પર મળશે 16,650 રૂપિયા
April 16, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech