જૂનાગઢમાં સિનેમાઘરો સીલ કરાયા સવારથી ખાનગી હોસ્પિટલોનું ચેકિંગ

  • May 29, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલ આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે તેમજ સરકાર દ્વારા જિલ્લ ાના તમામ મોલ સિનેમા બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફટીની ચેકિંગ અંગેના આદેશો આપવામાં આવ્યા છે જેને લઈ જુનાગઢ મહાનગરપાલિકા પણ હરકતમાં આવ્યું હોય તેમ શહેરના મુખ્ય ગણાતા મોલમાં અને સિનેમા ઘરમાં ચેકિંગ કરતા ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ વગર જ ધમધમતા હોવાનું માલુમ પડતા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે સવારી શહેરની વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્ષતિ જણાશે તો તેને પણ સીલ કરવામાં આવશે.

મહાનગરપાલિકા કમિશનર ડો ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ ફાયર, પીજીવીસીએલ અને પોલીસ કર્મીઓની સંયુક્ત ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હા ધરવામાં આવી છે. ફાયર ઓફિસર દીપક જાનીના માર્ગદર્શન હેઠળ ઈ રહેલા ચેકિંગમાં શહેરના રિલાયન્સ, ક્રોમા, વિ અને ડી માર્ટ, જય શ્રી સિનેમા સહિતના સ્ળોએ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ મામલે ચેકિંગ હા ધરાઈ હતી. જે પૈકી  જયશ્રી ટોકીઝ અને ઝાંઝરડા ચોકડી પર આવેલ રિલાયન્સ ટ્રેન્ડસ માં બીયુ સર્ટિફિકેટ અને ફાયર સેફટી ન હતી વર્ષોી કાર્યરત બંને મોલ સર્ટિફિકેટ વગર જ ધમધમતા હતા તેમજ રિલાયન્સ સુપર માર્ટ અને ટીંબાવાડી રોડ પર આવેલ ક્રોમા ના શોરૂમમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસ દરમિયાન ખુલતા તંત્રની ટીમ દ્વારા ત્રણ મોલમાં અને સિનેમામાં સીલીંગ કરવામાં આવી હતી. જોકે રાજકોટના બનાવ બાદ તંત્રને તપાસ કરવાનું ડહાપણ આવ્યું પરંતુ અત્યાર સુધી આ તમામ મોલ એનઓસી વગર જ ધમધમતા હોય છતાં પણ તંત્રના ધ્યાને કેમ આવ્યા નહીં હોય તે અંગે પણ લોકોમાં પ્રર્શ્ના સર્જાયા છે. 

ફાયર શાખા દ્વારા ફાયર એનઓસી મામલે શહેરની વિવિધ વિસ્તારોમાં આવેલી ૫૩ હોસ્પિટલોમાં ફાયર સેફટી ને લઇ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે પૈકી ગઈકાલે ઝાંઝરડા ચોકડી અને વૈભવ ચોક બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં ૧૬ હોસ્પિટલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તો આજે સવારી અન્ય વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફટી ને લઇ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે મહાનગરપાલિકાની ટીમ દ્વારા અનેક હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ધ્યાને ન આવતા સીલીંગ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ જરૂરી કાર્યવાહી બાદ ફરી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી તો આ વખતે ઈ રહેલી કામગીરી દરમિયાન ફાયર સેફટી અંગે ક્ષતી જણાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ કરેલી લાલ આંખી ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફટી વગર કાર્યરત બિલ્ડીંગ ધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

​​​​​​​ફાયર સેફટી વગર ધમધમતા બિલ્ડિંગ ધારકો સામે ગુનો દાખલ કરાશે? 
મહાનગરપાલિકા દ્વારા સરકારના આદેશ બાદ સફાળું જાગ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ગેમ ઝોન હોસ્પિટલ મોલ સહિતનું ચેકિંગ હા કર્યું છે જેમાંી મોલ ગેમ ઝોન અને સિનેમા ઘરમાં નિયમ ની અમલવારી તી ન હતી જેી સીલીંગ ને કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ોડા દિવસો બાદ જ ફરીી સર્ટિફિકેટ મળી જશે તો ફરીી આ ધમધમતા ઈ જશે પરંતુ અત્યાર સુધી નિયમની અમલવારી તી ન હતી  અને કરાવવા માટે કોઈ તસ્દી પણ લેવામાં આવી ની તો આવા નિયમ નું ઉલ્લ ંઘન કરતા લોકો સામે કાર્યવાહી કરાશે કે કેમ તે અંગે લોકો માં ગણગણાટ વ્યાપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application