ગરમી લોકો પર હાહાકાર મચાવી રહી છે. હીટવેવના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. ઘરની દીવાલો અને છત પર લગાવવામાં આવેલો રંગ એ નક્કી કરે છે કે તમારું ઘર કેટલું ગરમ અને કેટલું ઠંડું રહેશે. દરેક વ્યક્તિ જાણે છે કે ઉનાળામાં હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ હળવા રંગોમાં માત્ર થોડા જ રંગો છે જે હીટ રિફ્લેક્ટર છે.
ઉનાળામાં સફેદ રંગ આંખોને શાંત કરે છે પરંતુ ઘણા લોકોને સફેદ રંગ એટલો ગમતો નથી. પીળા, , રાખોડી, હળવા લીલા જેવા ઘણા રંગ વિકલ્પો છે જેનો ઘરમાં ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં આ દિવસોમાં લાલ કે જાંબલી રંગ પણ ટ્રેન્ડમાં છે. લાલ અથવા જાંબુડિયાને ગરમ ટોનના રંગો ગણી શકાય, પરંતુ ઘરને સફેદ કે ઓફ-વ્હાઈટ જેવો રંગ આપીને અને એક દીવાલ પર લાલ કે જાંબુડિયાનો ઉપયોગ કરીને ઘરને એકદમ નવો લુક આપી શકો છો અને ઘરમાં હૂંફ પણ લાવી શકો છો.
જો આપણે પેઇન્ટ વિશે વાત કરીએ તો લોકો ઘણીવાર ઓઈલ બેઇઝ પેઇન્ટ પસંદ કરે છે, પરંતુ આ પેઇન્ટ મોંઘા જ નહી પણ રૂમનું તાપમાન પણ વધારે છે. ત્યારે પાણી આધારિત પેઇન્ટનો ઉપયોગ કરવો વધુ સારું છે કારણ કે આ પેઇન્ટ ગરમીને પ્રતિબિંબિત કરે છે.
ઘરોમાં ફોલ્સ સિલિંગ ફેશનેબલ છે પરંતુ આજે પણ લોકો સિલિંગનો રંગ સફેદ રાખવાનું પસંદ કરે છે. એવું કહેવાય છે કે સિમેન્ટની બનેલી છત વધુ ગરમીને શોષી લે છે. તેથી છત પર સફેદ રંગ લગાવવાથી ગરમીની અસર 50 ટકાથી વધુ ઘટાડી શકાય છે. સંશોધનમાં એવું સાબિત થયું છે કે સફેદ છતવાળા ઘરો ઠંડા રહે છે. આ ઉપરાંત તેમની વીજળીનો વપરાશ પણ ઓછો છે. જો રૂમ ખૂબ ગરમ ન હોય તો તેને ઠંડુ રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડશે નહીં.
ગુજરાતની એક સંસ્થા દ્વારા સંશોધનમાં જણાવાયું છે કે મોડ રૂફવાળા ઘરોનું તાપમાન કોંક્રિટની છતવાળા ઘર કરતા લગભગ 4 ડિગ્રી ઓછું હોય છે. કારણકે મોડ રૂફ લાકડા અને કાર્ડબોર્ડથી બનેલી હોય છે જે ગરમી શોષી લે છે. નોઈડાની ઈન્ટિરિયર ડિઝાઈનર કહે છે કે આ વર્ષે છત પર વૉલપેપર લગાવવાનો ટ્રેન્ડ પણ છે. આ વૉલપેપર્સ ટ્રેન્ડી પણ લાગે છે અને રૂમનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે.
આ રંગો આ વર્ષે ટ્રેન્ડમાં છે
ઘરની દિવાલોને સજાવવા અને ઘરને ગરમીથી બચાવવા માટે આ વર્ષે ગ્રે કલર ટ્રેન્ડમાં છે. ઈન્ટિરિયર ડિઝાઈનર કહે છે કે ગ્રેના ઘણા શેડ્સ છે. આ રંગોનો ઉપયોગ રૂમને સારો લુક આપે છે. હળવા રંગો આપણો મૂડ પણ હળવો રાખે છે. ઘણા લોકો તેમના ઘર માટે આછો પીળો, આછો લીલો અથવા આછો વાદળી રંગ પણ પસંદ કરે છે.
દરેક વ્યક્તિ જાણે છે કે કાળો રંગ સૌથી વધુ ગરમીને શોષી લે છે અને સફેદ રંગ સૌથી વધુ ગરમીને પ્રતિબિંબિત કરે છે અને તેથી કાળો-બ્લુ જેવા રંગોનો દિવાલો કે છત પર ઉપયોગ થતો નથી. જો કે આકાશી વાદળી એ આછો રંગ છે અને ઉનાળામાં તે સુખદાયક પણ છે પરંતુ જ્યારે રંગ વિષે વિચારો છો, ત્યારે સફેદ અથવા તેને સંબંધિત પ્રકાશ રંગો જ પસંદ કરો છો.
ઘર બનાવવું કે ખરીદવું એ સહેલું કામ નથી અને તેને ઈચ્છા મુજબ સજાવવું તેનાથી પણ વધુ મુશ્કેલ છે. ઈન્ટિરિયર ડિઝાઈનર્સ આ સમસ્યામાં મદદ કરે છે જેઓ પસંદગી પ્રમાણે ઘરને સજાવવામાં મદદ કરે છે. હવામાનના હિસાબે ઘરના ઈન્ટિરિયરમાં ઘણો ફેરફાર કરી શકો છો પરંતુ હવામાન પ્રમાણે છત અને દિવાલોનો રંગ બદલી શકાતો નથી. તેથી કંઈપણ વિચારતી વખતે ધ્યાનમાં રાખો કે વિસ્તારમાં હવામાન કેવું છે અને ઘર માટે કયો રંગ સારો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો આપઘાત
March 19, 2025 05:48 PMગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMજામનગર : રખડતા પશુઓની પાંચ દિવસમાં વ્યવસ્થા કરવા જામ્યુકોનું અલ્ટીમેટમ
March 19, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech