ગારિયાધારના ચોમલ ગામે પ્રેમલગ્ન કરનાર યુગલને મારી નાખવા ધમકી

  • August 07, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગારિયાધાર તાલુકાના ચોમલ ગામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાબતને લઈ  યુવતીના પરિવારજનોએ સુરતથી આવી પ્રેમલગ્ન કરનાર યુગલને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત યુવતીના સાસુને લાફા ઝીંકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી ગારિયાધારના ચોમલ ગામે રામાપીર  શેરીમાં રહેતા દિવ્યાબેન રવિભાઈ પરમાર (ઉ.વ.૨૦)એ તેના માતા-પિતા અને પરિવારજનોની મરજીની વિરૂધ્ધમાં જઈ ચાર માસ પૂર્વે રવિભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

જે બાબતની દાઝ રાખી દિવ્યાબેનના પિતા બાબુ પાલજીભાઈ ગોહિલ, માતા આશાબેન બાબુભાઈ ગોહિલ, દાદા પાલજી કરશનભાઈ ગોહિલ, દાદી હંસાબેન પાલજીભાઈ ગોહિલ અને કુટુંબી મોટાબાપુ જેન્તી લાલજીભાઈ ગોહિલ (રહે, તમામ પાલ વિસ્તાર, જલારામ મંદિર સામે, કેનાલ રોડ, મકાન નં. એચ ૩૦૩, સ્વામિનારાયણ એપાર્ટમેન્ટ, સુરત)એ કાર લઈ ચોમલ ગામે આવી દિવ્યાબેનને સાથે લઈ જવાનું કહ્યું હતું. પરંતુ યુવતીએ સુરત જવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી સાસુ હંસાબેનને ગાલ ઉપર લાફા ઝીંકી તેમજ દિવ્યાબેન અને તેમના પતિને મારી નાંખવાની ધમકી આપી હાજર લોકો સાથે ધક્કામુક્કી કરી હતી. આ બનાવ અંગે દિવ્યાબેન પરમારે તેના માતા-પિતા, દાદા-દાદી અને મોટાબાપુ સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application