વિશ્વ હજુ એચએમપીવીથી બચવાના પ્રયાસોમાં ઝઝૂમી રહ્યું છે તેવામાં આફ્રિકન દેશમાં કોલેરાએ કહેર મચાવ્યાનું સામે આવ્યું છે. આફ્રિકન દેશ અંગોલામાં અત્યાર સુધીમાં 3ના મોત નીપજ્ય છે જયારે 170થી વધુને સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવતા અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી જાહેર કરવી પડી છે.
અંગોલામાં કોલેરાના પ્રકોપ બાદ પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ આપી છે કે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 170 કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે. આ રોગ લુઆન્ડા પ્રાંતના કાકુઆકો મ્યુનિસિપાલિટી સહિત અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. દેશમાં કટોકટીની પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે.છેલ્લા કેટલાક દિવસોમાં, કોલેરાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાજધાની લુઆન્ડામાં સૌથી વધુ કેસ નોંધાયા છે, અને બે વધારાની નગરપાલિકાઓમાં રોગચાળાની પુષ્ટિ થઈ છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, મંગળવાર ના રોજ પહેલો કેસ નોંધાયો ત્યારથી પરિસ્થિતિ સતત બગડી રહી છે.
કટોકટીના પગલાં લેવાયા
આરોગ્ય પ્રધાન સિલ્વિયા લુટુકુટાએ કોલેરાના પ્રકોપ્ને પહોંચી વળવા માટે કટોકટી યોજનાઓની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રોગચાળા અને પ્રયોગશાળા દેખરેખમાં વધારો કરવામાં આવ્યો છે, અને સામાન્ય લોકોને પીવાના પાણીની સુરક્ષિત સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા માટે જાહેર આરોગ્ય સંચારમાં સુધારો કરવામાં આવ્યો છે. કાકુઆકો નગરપાલિકાની જનરલ હોસ્પિટલમાં કોલેરાનો સામનો કરવા માટે ખાસ બેઠકો યોજાઈ રહી છે.
સ્વચ્છ પાણી પુરવઠા વિતરણ પર ભાર
પબ્લિક વોટર કંપ્નીના ડિરેક્ટર અદાઓ સિલ્વાએ જણાવ્યું હતું કે પીવાના પાણી માટે વપરાતી 17 કોમ્યુનિટી વોટર ટાંકીઓની સફાઈ કરવામાં આવી રહી છે. ગંદા પાણીની ટાંકીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.જયારે અંગોલાના આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય કોલેરા પ્રતિભાવ યોજના સક્રિય કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી સંસાધનો અને સ્વચ્છ પાણી પૂરું પાડવાનો છે. આ પગલાથી લોકોને પીવાનું સુરક્ષિત પાણી મળી શકશે, જેનાથી કોલેરા જેવા પાણીજન્ય રોગોનો ફેલાવો ઓછો થશે. આનાથી રોગચાળો ફેલાતો અટકાવવામાં મદદ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMahaKumbh 2025: જો મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખીને યાત્રા બનાવો સરળ અને સુરક્ષિત
January 13, 2025 01:09 PMજામનગર : વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવતા કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત
January 13, 2025 01:03 PMશિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
January 13, 2025 12:58 PMજામનગરના અંબર ચોકડી નજીક કપડાની દુકાનમાં અચાનક લાગી આગ
January 13, 2025 12:46 PMહવે ગોલ્ડન ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહી પડે, 1 અઠવાડિયામાં ઘરે બેઠા જ મેળવો સોનેરી ચમક
January 13, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech