ચિત્તલ સ્વામિનારાયણ ગુકુળમાં ધરમ કરવા જતા ધાડ પડીની કહેવતને ગુકુળમાં કલાર્ક તરીકે નોકરી કરતા મોણપુરના શખ્સે સાચી ઠેરવી છે. યુવકને નોકરીની જર હોવાથી સ્વામી પાસે આવ્યો હતો અને તેને કલાર્ક તરીકે નોકરી પર રાખ્યો હતો પરંતુ યુવકે ગુકુળના વિધાર્થીઓની ફી, સ્ટેશનરીની ફી અને વાહન ભાડા સહિતની કુલ .૭,૪૪,૯૫૦ની રકમ સંસ્થા માં જમા કરાવવાની બદલે પોતાના અંગત ઉપયોગમાં લઇ છેતરપીંડી કરી નાસી છૂટતા અંતે મંદિરના સેવક રસિકભાઈ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫)ના એ મોણપુરના જયદિપ પ્રવિણભાઇ વસોયા સામે અમરેલી રલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા સ્વામિનારાયણ ગુકુળ ખાતે સ્વામી હરિચરણ દાસજી પાસે જયદીપ પ્રવીણભાઈ વસોયા નોકરીની જરિયાત હોવાનું કહી મળવા માટે આવ્યો હતો ત્યારે ગુકુળમાં કલાર્કની જર હોવાથી સ્વામીએ તેને કલર્ક તરીકે ઓફિસમાં નોકરીએ રાખ્યો હતો. આ ઉપરાંત તેને પ્રિન્સિપાલ તરીકેનો પણ ગુકુળમાં વધારાનો ચાર્જ આપ્યો હતો આથી જયદીપ વિધાર્થીઓની ફી સહિતની રકમનો હિસાબ પોતે રાખતો હતો, જન્માષ્ટ્રમીએ રજામાં જયદીપ પાસેથી બે મહિનાનો હિસાબ માગતા જુદા જુદા બહાના બતાવી હિસાબ આપવાનું ટાળતો હતો. બાદમાં તા.૨૮૮ના સંસ્થાની રસીદબુક ચેક કરતા જુદી જુદી પાવતીઓ હસ્તકની .૭,૫૯,૮૦૦ની રકમ આવી હતી જ પૈકીના .૫,૭૯,૪૫૦ની રકમ જમા થઈ હતી. બાકીની વિધાર્થીઓની ફી, વાહન ભાડા અને સ્ટેશનરી ફીની રસીદ પાવતીઓની રકમ જમા થયેલી ન હોવાથી વિધાર્થીઓની ફી બાકી હોવાનું શિક્ષકોને જણાવતા શિક્ષકોએ વાલીને ફોન કરતા વાલીએ ફોનમાં ફી જયદીપભાઈને ભરી આપી હોવાનું અને રસીદ છાપવા આપી છે જે આવી જાય એટલે તમને આપી દેવામાં આવશે તેમ કહ્યું હતું. આમ અલગ અલગ વાલીએ ફોનમાં આજ જવાબ આપતા આ બાબતે પૂછવા માટે જયદીપને ફોન કર્યેા હતો પરંતુ ફોન ઉપડતો નહશ અને બાદમાં સ્વિચઓફ કરી દીધા બાદ આજદિન સુધી નોકરીએ પણ આવ્યો ન હોઈ આથી તેણે જુદી જુદી રસીદ બુક ના .૭,૪૪,૯૫૦ સંસ્થામાં જમા કરાવવાને બદલે પોતાના ઉપયોગમાં લઇ છેતરપીંડી આચરતા પોલીસે ફરિયાદના આધારે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech