રાજકોટ સિવિલ હોસ્પિટલની સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં મોટાભાગના કર્મચારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અનેક ફાવટ આવી ગઈ હોવાની સાથે વહીવટી સહિતના કામમાં પણ પારંગત બની ગયા છે. અને હોસ્પિટલમાં આંતરિક બદલી તો કેટલાક વર્ષથી ભૂતકાળ બની ગઈ છે.
સરકારના વિભાગમાં એક જ જગ્યાએ ફરજના ત્રણ વર્ષ પૂર્ણ થઇ જતા આઈએએસ, આઈપીએસ સહિતના અધિકારીઓની બદલી કરી દેવામાં આવતી હોઈ છે, પરંતુ સિવિલ હોસ્પિટલના અધિક્ષક કચેરીના કર્મચારીઓને કદાચ સરકારના એક પણ નિયમ લાગુ પડતા ન હોઈ તેમ એક જ ટેબલ પર ચીપકેલા કર્મચારીઓને જોતા લાગી રહ્યું છે. કચેરીમાં બંધ બારણે કેટલાક કામો પણ થઇ રહ્યા હોવા છતાં સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આજ સુધી ચોક્કસ કાર્યવાહી રૂપે આંતરિક બદલીઓ કરવામા ન આવતા સુપ્રિટેન્ડેન્ટ જ કર્મચારીઓને છાવરતા હોવાનું ફલિત થઇ રહ્યું છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર-સુવિધાની ઓછી અને કથળેલા વહીવટની ચચર્િ હોસ્પિટલના કેમ્પસથી ગાંધીનગર સુધી વધુ થઇ રહી છે. જેનું કારણ હોસ્પિટલના મુખ્ય અધિકારી સુપ્રિટેન્ડેન્ટની નબળી નિર્ણંય શક્તિ, ચોક્કસ વિઝન નહીં અને જે હોલ્ટ હોવો જોઈએ એ સુન્ય છે આથી પણ મોટું કારણ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓનું નબળું સુપરવિઝન હોવાનું કહેવું એ અતિશિયોક્તિ નથી, સિવિલમાં અનેક બેદરકારીઓ, દર્દીનોને અસુવિધા, ભ્રસ્ટાચાર, કૌભાંડ જેવા અનેક પ્રશ્નો અખબારો મારફતે ઉડીને આંખે વળગે છે છતાંએ જવાબદાર અધિકારીને બદલી વહીવટી પ્રક્રિયાનું નોલેજ, હોસ્પિટલની સુવિધા માટેનું વિઝન રાખતા તબીબી અધિકારીને બેસાડવાના બદલે બદલે સરકાર દ્વારા આંખ આડા કાન અને કાન ઉપર પણ બે હાથ મૂકી દેવામાં આવ્યા છે. જયારે સરકારની જ અનિચ્છા કે મજબૂરી હોવનો લાભ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ઉઠાવી રહ્યા છે અને તેના લાભાલાભમાં કર્મચારીઓ પણ પોતાની મનપસંદ જગ્યાએ વર્ષોથી ગોઠવાઈ ગયા છે. જો કે કેટલાક કર્મચારીઓ સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીને વ્હાલા થવા માટે ઓનપેપર જવાબ આપવા સહિતના કામમાં કેવી રીતે છટકબારીથી છટકી જવાઈ તેનું પણ ગોઠવી આપતા હોવાથી ચોક્કસ કર્મચારીને એજ ટેબલ સોંપી સાચવવામાં આવી રહ્યા છે.
સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની મોટા ભાગની બ્રાન્ચમાં વર્ષોથી કાયમી અને કોન્ટ્રાકટ કમચર્રિીઓ એક જગ્યા એ ફરજ બજાવી સ્ટાફના નાના મોટા પ્રશ્નોમાં, ખરીદીમાં, હાજર-રજા, જરૂરી ડોક્યુમેન્ટ કાઢી આપવા, સ્ટાફ ક્વાર્ટર, અન્યના નામે ટેન્ડર ભરી કોન્ટ્રાકટ મેળવવા જેવા આર્થિક લાભ પણ લઇ રહ્યાનું જાણવા મળ્યું છે. આ પૈકીની કેટલીક બાબતો સુપ્રિટેન્ડેન્ટથી પણ અજાણ નથી પરંતુ રાજા પકવાન ખાઈ તો સેનાએ મોઢું મીઠું તો કરે જ એમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. વધુમાં જો પોલીસ મથક, મહાપાલિકા, કલેકટર કચેરીમાં પણ મુખ્ય અધિકારીઓ તાબા હેઠળના અધિકારી-કર્મચારીઓની આંતરિક બદલી ચોક્કસ સમયે કરી દાખલો બેસાડતા હોઈ છે તો સિવિલમાં દાખલો બેસાડવા માટે સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીને કોને પૂછવા જવાનું છે ? તે પ્રશ્નાર્થ સર્જાય રહ્યો છે.
કોના વખાણ કરવા, નર્સીંગ વિભાગમાં પણ આજ સ્થિતિ
સિવિલના ક્યાં વિભાગના વખાણ કરવા એ પૂછવામાં આવે તો એક વાર માથું ખંજવાળવું પડે એવી સ્થિતિ છેલ્લા બે વર્ષથી ઉભી થઇ છે. માત્ર સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં જ નહીં પણ નર્સીંગ વિભાગમાં પણ આ જ રીતે એક જગ્યા કે વોર્ડમાં વર્ષોથી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. તો કેટલાક નર્સીંગ કમચર્રિીઓને વીઆઈપી ટ્રીટમેન્ટની જેમ નાઈટ કે બ્રેક ડ્યુટી આપવામાં આવતી નથી તો કેટલોક સ્ટાફ તેની મૂળ ફરજો મૂકી અન્ય કામ કરી રહ્યો છે. આ જોતા આખી સિવિલમાં મોટા ભાગે મનમાનીથી જ કામ કરવામાં આવી રહ્યું હોવાનું અહીં સ્પષ્ટ થઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech