ચિપ બનાવતી કંપની એનવિડિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શકિતથી દરરોજ નવી ઉંચાઈઓ પર પહોંચી રહી છે. એમેઝોન, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને સાઉદી અરામકોને પરાજિત કર્યા પછી, એનવીડિયા હવે એપલની ખૂબ નજીક આવી ગઈ છે. માત્ર ૯ મહિનામાં કંપનીનું બજાર મૂલ્ય ૧ ટિ્રલિયન ડોલરથી વધીને ૨ ટિ્રલિયન ડોલર થઈ ગયું છે. જો એનવિડિયાના શેર આ રીતે વધતા રહેશે તો ટૂંક સમયમાં આ કંપની એપલ પાસેથી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપનીનો ખિતાબ છીનવી લેશે.
એનવિડિયાનું માર્કેટ કેપ હાલમાં ૨.૩૮ ટિ્રલિયન ડોલરની આસપાસ છે. તે એપલથી માત્ર ૨૩૦ બિલિયન ડોલરઅને માઈક્રોસોટ પાછળ ૬૪૫ બિલિયન ડોલર ઓછું છે. હાઇ એન્ડ ચિપ માર્કેટ પર એનવિડિયાનું ૮૦ ટકા નિયંત્રણ છે. જેના કારણે કંપનીએ વોલ સ્ટ્રીટ પર હલચલ મચાવી દીધી છે. આ વર્ષે એનવિડિયાના શેર લગભગ ૯૫ ટકા અને મેટા પ્લેટફોર્મ ૪૬.૬ ટકા વધ્યા છે. આ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે રોકાણકારોમાં એઆઇ પ્રત્યેનો રસ ઘણો વધી ગયો છે. વર્ષ ૨૦૨૪માં કંપનીના શેરમાં વધુ વધારો થવાની સંભાવના છે.
આઈફોનના વેચાણમાં ઘટાડો થતાં એપલ ચોંકી ઉઠી
બીજી તરફ આઈફોનના ઘટતા વેચાણથી એપલ ચોંકી ગયું છે. જેના કારણે તે બીજા સ્થાને આવી ગયું છે. હવે એનવિડિયાના કારણે તેનો બીજો નંબર પણ જોખમમાં છે. તાજેતરના અઠવાડિયામાં, એનવિડિયા ટેસ્લાને પાછળ છોડીને વોલ સ્ટ્રીટ પર સૌથી વધુ ટ્રેડેડ સ્ટોક બની ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech