નવાનગર નેચર કલબના સહયોગથી સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની જામનગર ખાતે યોજાતી સૌરાષ્ટ્ર રિજીયનની ચિંતન શિબિર

  • July 27, 2021 10:09 AM 

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સિહતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિઃ

સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા સૌરાષ્ટ્ર રિજીયનની આજરોજ તા: 25/7/2021ના તન્ના હોલ ખાતે દ્વિતીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિંતન શિબિરમાં રાજ્યના નાગરિક અન્ન પુરવઠા,મહિલા ગૃહ કુટીર ઉધોગ અને ગ્રાહક શૂરક્ષા બાબત ખાતાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા,જામનગર મહાનગરપાલિકા મેયર બીનાબેન કોઠારી, નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, વાઈલ્ડ લાઈફ વોર્ડન વિક્રમ ગઢવી (બોટાદ), જાણીતા પ્રકૃતિવીદ  રેવતુભા રાયજાદા તથા વન્ય જીવન અપરાધ નિવારણના ધારાશાસ્ત્રી મનીશભાઈ વૈધ તેમજ સૌરાષ્ટ્ર રિજીયનના 11 જિલ્લાની સંસ્થાના હોદેદારો હજાર રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું નવાનગર નેચર કલબના સભ્યો દ્વારા ખાદીના રૂમાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગરના મેયર બીનાબેન કોઠારી દ્વારા ગુજરાતના જુદાં- જુદાં જિલ્લામાંથી પધારેલા સરીસૃપ સંરક્ષણ કરનારા આ ચિંતન શિબિરમાં પધાર્યા અને સરીસૃપૉ, પર્યાવરણની બચાવની કામગીરી કરી પ્રકૃતિનું જતન કરવાના કાર્ય કરવા માટે જામનગર શહેરની જનતા હંમેશા તત્પર રહેશે તેવી બાંહેધરી આપી હતી.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલા સરીસૃપના સંરક્ષણ માટે જુદી- જુદી રીતે કામ કરતી સંસ્થાઓ તથા સ્વયંસેવકો દ્વારા પ્રકૃતિને બચાવવા માટે વન અને વન્ય જીવો બચાવ માટે આપ સૌ કાર્ય કરી રહ્યા છો તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ જિલ્લાની સંસ્થા તથા સ્વયંસેવકો બધા એક મંચ હેઠળ કાર્ય કરવા જઈ રહ્યા છો તે બદલ આપ સહુ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા તમામ પ્રકારના જીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની રચના માટે સરકાર સમક્ષ જરૂર પડ્યે રજુઆત કરવા મદદરૂપ થવા જણાવ્યુ હતું.

નવાનગર નેચર કલબ-જામનગરના પ્રમુખ વિજયસિંહ એ. જાડેજાએ સર્પ મનુષ્યનો શત્રુ નહી બલ્કે મિત્ર છે, તેમજ સર્પનો ધર્મ અને ગ્રંથિમાં કેટલું સુ છે તે કહ્યું હતું, ઉપરાંત સર્પ સાથેનો  જામનગર સાથે બહુ જૂનો નાતો છે, શ્રાવણ વદ સાતમના રોજ મહારાજા રાવળ જામે જ્યારે જામનગરની સ્થાપના કરી ત્યારે જ્યોતિષના કહેવા મુજબ ધરતીની આ ટુકડો  શેષનાગની ફેણ ઉપર છે, તેવું જામનગર ઇતિહાસકારો દર્શવે છે... અને આજે પણ શ્રાવણ વદ સાતમના રોજ જામનગર મહાનગરપાલિકા તથા ક્ષત્રિય સમાજ દ્વારા ખાંભી પુજન કરવામાં આવે છે, જ્યાં આ શહેર શેષનાગની ફેણ ઉપર છે તે પુરવાર કરવા ધરતી ઉપર ભાલા દ્વારા પ્રહાર કરવામાં આવ્યો અને તેમાંથી લોહીની ધારા છૂટી હતી. આજે પણ સ્થળ દરબારગઢ પાસે મોજુદ છે, તદુપરાંત શ્રી વિજયસિંહએ જામનગરને પરવાળાની નગરી અને પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આ ભૂમિને ગણાવી હતી.

વિક્રમભાઈ ગઢવી માનદ વન્ય પ્રાણી સંરક્ષક (બોટાદ) પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સરીસૃપ સંરક્ષણ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તા. 2 ઓક્ટોબર 2020 ના રોજ એક પત્ર લખવામાં આવેલ જે બાબતે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા તા. 13 ઓક્ટોબર 2020 ના રોજ આ પત્ર ઉપરથી રાજ્યના સંલગ્ન વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને પત્ર લખી કાર્ય કરવા જણાવ્યું હતુ, જે બાબતે તા. 30 એપ્રિલ 2021 ના રોજ જુદા-જુદા મુદ્દા ઉપર કાર્યવાહી કરવા અંગે તજવીજ હાથ ધરી છે ત્યારે સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની રચના અંગે વિચાર પ્રગટ થયો જેમાં રાજ્યના તમામ જીલ્લોઓમાં સરીસૃપો પર કામ કરતી સંસ્થાઓ તથા સ્વયંસેવકો દ્વારા પ્રથમ ચિંતન શિબિર દક્ષિણ ગુજરાત રિજીયનની નવસારી ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ આજ રોજ સૌરાષ્ટ્ર રિજીયનની નવાનગર નેચર કલબના સહયોગથી 11 જિલ્લાની સંસ્થાના હોદ્દેદારો તથા સ્વયંસેવકો જામનગર ખાતે ચિંતન શિબિરમ-2 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરીસૃપોને લગતા જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાતના જાણીતા પ્રકૃતીવિદ રેવતુભા રાયજાદા દ્વારા પિતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ આપણી માતા છે. પ્રકૃતિમાં આવતા વૃક્ષો, પશુ, પક્ષી, વન્ય જીવો તેમજ પર્યાવરણનું જતન આપણે સહુએ ભેગા મળીને કારવું જોઈએ જે આપણી મૂળભૂત ફરજ છે.

વન્ય જીવન અપરાધ નિવરણના જાણીતા ધારાશાસ્ત્રી મનીશભાઈ વૈદ્ય દ્વારા ભારતીય બંધારણમાં વન્ય જીવન અને વન્યજીવન અપરાધની 1972 ની જુદી-જુદી કલમો તેમજ અપરાધને લગતા કાયદાની સમજ આપી હતી, સરીસૃપ સંરક્ષણ અંગે ગુજરાતની જુદી- જુદી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો કાયદામાં રહી સરીસૃપોનો બચાવ કેવી રીતે કરે તે અંગેની માહિતી આપી હતી.

જામનગર ખાતે યોજાયેલ આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના અંદાજે 100 જેટલા સ્નેક કેચરો ઉપસ્થિત રહ્યા હતા. જેની રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધા નવાનગર નેચર કલબ દ્વારા કરવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, મિતેશ બુધ્ધભટ્ટી, ઉમેશભાઈ થાનકી, પ્રવિણસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સભ્ય ઉત્પલભાઈ દવે (એલ.આઈ.સી ના વિકાસ અધિકારી) દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS