નાસાના સ્પેસ સ્ટેશનને ચીન આપશે ટક્કર: મોડ્યુલ વધારશે

  • October 06, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીને તેના હાલના સ્પેસ સ્ટેશન ટિઆંગોંગના વિસ્તરણ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે. અઝરબૈજાનના બાકુમાં આયોજિત ૭૪મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસમાં ચાઇના એકેડેમી ઓફ સ્પેસ ટેકનોલોજીએ જણાવ્યું હતું કે આગામી વર્ષેામાં સ્પેસ સ્ટેશનના મોડુલને ત્રણથી વધારીને છ કરવામાં આવશે.ચિનનું અન્ય દેશોના અવકાશયાત્રીઓને વૈકલ્પિક પ્લેટફોર્મ પૂં પાડવાનું લય છે કારણ કે ગઅજઅ–ની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો સમયગાળો ૨૦૩૦ની આસપાસ પૂરો થાય છે. ઈઅજઝએ જણાવ્યું હતું કે તેના સ્પેસ સ્ટેશનનું આયુષ્ય ૧૦ વર્ષથી વધારીને ૧૫ વર્ષ કરવાની તેની યોજના છે.


ચાઈનીઝ સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ ઈંજજની જેમ જ ૩૪૦ થી ૪૫૦ કિલોમીટરની ઐંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરે છે. જો કે, ટિઆંગોંગ ઈંજજ કરતા ઘણું નાનું અને હલકું છે. ના ૧૬ની સરખામણીમાં તેની પાસે માત્ર ત્રણ મોડુલ છે.ઉલ્લેખનીય છે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ) પૃથ્વીની નીચેની કક્ષામાં એક મોડુલર સ્પેસ સ્ટેશન હેબિટેબલ આર્ટિફિશિયલ સેટેલાઇટ છે. તે એક બહત્પરાષ્ટ્ર્રીય સહયોગી પ્રોજેકટ છે જેમાં યુએસ, રશિયા, યુરોપ, જાપાન અને કેનેડાની અવકાશ એજન્સીઓનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application