ચીને અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાદવા સામે ચેતવણી આપી છે. ચીને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે તેના ઈરાન સાથે દ્રિપક્ષીય અને વેપાર સંબંધો છે, જે ચાલુ રહેશે. કોઈ ત્રીજા દેશને દખલ કરવાની જર નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર યુએસ નેવી દ્રારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી શ કર્યા બાદ ચીનની આકરી પ્રતિક્રિયા આવી છે. ચીને કહ્યું કે તેના જહાજો પહેલાની જેમ હોર્મુઝમાંથી પસાર થતા રહેશે.યુદ્ધની શઆતથી જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરી દીધી હોવા છતાં ચીન ઈરાન પાસેથી નોંધપાત્ર
પ્રમાણમાં ઉર્જા ખરીદતું રહે છે અને તેના જહાજો તેમાંથી પસાર થાય છે. ટ્રમ્પ દ્રારા નાકાબંધીની જાહેરાત બાદ, ડોંગ જુને કહ્યું, અમારી ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય લોકો અમારી બાબતોમાં દખલ ન કરે, અને ઉમેયુ કે હોર્મુઝ સ્ટ્રેટ ચીન માટે ખુલ્લું છે.
ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોંગ જુને નિવેદનમાં જણાવ્યું હતું કે બેઇજિંગનો ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય દેશો (યુએસ) અમારી બાબતોમાં દખલ નહીં કરે. અમે સ્પષ્ટ્ર કરવા માંગીએ છીએ કે હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા દરિયાઈ માર્ગ ચીની જહાજો માટે ખુલ્લો રહેશે. જૂનની ટિપ્પણીઓ સ્પષ્ટ્ર કરે છે કે જો અમેરિકા ચીની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અટકાવે છે, તો સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે.
કોઈ પણ દેશે હોર્મુઝમાં અમારા મામલામાં દખલ ન કરે. અમારા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખે છે અને તે અમારા માટે ખુલ્લો છે. બેઇજિંગ તેહરાન સાથે થયેલા કરારો અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા તેનું નેવિગેશન ચાલુ રાખશે.
ઈરાન યુદ્ધ પછી અમેરિકાને સૌથી કડક ચેતવણી આપતા, ચીનના સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ્ર કયુ કે બેઇજિંગના જહાજો તેહરાન સાથે થયેલા કરારો અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા પરિવહન ચાલુ રાખશે. તેમણે જણાવ્યું હતું કે ચીન ઈરાન સાથેના વેપાર અને ઉર્જા કરારોનું સંપૂર્ણ પાલન કરશે. ઈરાની નિયંત્રણ હેઠળનો હોર્મુઝ સ્ટ્રેટ ચીન માટે ખૂબ મહત્વનો છે. આ દરિયાઈ માર્ગ તેના તેલના લગભગ ૪૦ ટકા અને તેની એલએલજી જરિયાતોના ૩૦ ટકાને પૂર્ણ કરે છે. ચીન ઈરાન પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં તેલ મેળવી રહ્યું છે. પરિણામે, ટ્રમ્પના નિવેદનથી બેઇજિંગની ચિંતાઓ વધી ગઈ છે. ચીને આ જળમાર્ગને સુરક્ષિત કરવાની જરિયાત પર ભાર મૂકયો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ નેવી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા ઈરાની બંદરો સુધી દરિયાઈ પ્રવેશને અવરોધિત કરશે. શનિવારે ઈરાન સાથેની મહત્વપૂર્ણ વાટાઘાટો અનિર્ણાયક રીતે સમા થયા બાદ ટ્રમ્પે આ પગલું ભયુ. ટ્રમ્પે કહ્યું કે જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવી જોઈએ નહીં.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે નાકાબંધી ઈરાની બંદરોમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા તમામ જહાજોને નિશાન બનાવશે. આ પગલાં ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોનો ઉપયોગ કરતા તમામ દેશોના જહાજો સામે લાગુ કરવામાં આવશે. આનાથી ચીન સાથે અમેરિકાનો તણાવ વધ્યો છે. ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વમાં એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ૨૮ ફેબ્રુઆરીએ સ્ટ્રેટ પર અમેરિકા અને ઇઝરાયલી હત્પમલાના જવાબમાં ઈરાને આ દરિયાઈ માર્ગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આનાથી વિશ્વભરમાં તેલ અને ગેસ પુરવઠા પર અસર પડી છે, જેનાથી અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન છે. આવી સ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર હોર્મુઝ સ્ટ્રેટ પર નિવેદનો આપી રહ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application