રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી ફરી મરચા અને ધાણાની આવકો બંધ કરવામાં આવી છે. રવિ પાકની મબલખ આવકો થતાં યાર્ડનું સંકૂલ હવે સાંકડુ લાગવા માંડયું છે !
વિશેષમાં ખેડૂતો અને વેપારી વર્તુળોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના બેડી યાર્ડમાં ખુબ સારા ભાવ મળતા હોય ખેડૂતો અહીં માલ વેચવા આવે છે પરંતુ મેદાનમાં પેવરના અભાવ તેમજ પુરતા શેડ અને પ્લેટફોર્મના અભાવે અવારનવાર આવકો બંધ કરાય છે જેનાથી વેપાર-ધંધાને અસર પડે છે.
આજથી સાત વર્ષ પૂર્વે લોકાર્પણ કરાયેલા બેડી માર્કેટ યાર્ડમાં હવે ધીમે ધીમે વેપાર ધંધા જામવા લાગ્યા છે પરંતુ હવે યાર્ડએ સંકૂલમાં પડેલી પડતર જમીનમાં પેવરકામ કરવું જરી છે. જો પેવર કરાય તો ત્યાં ખેડૂતો માલ ઠાલવી શકે છે. તદ્ ઉપરાંત નવા શેડ અને નવા પ્લેટફોર્મ્સ બનાવવાની પણ જરિયાત છે. જગ્યાના અભાવે આવક બંધ કરવાના નિર્ણયના લીધે ખેડૂતો અન્ય યાર્ડ તરફ જવા પ્રેરાઈ છે. જ્યારે જૂના માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગમાં પણ વિવિધ જરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની જરિયાત છે જેથી ખેડૂતો અને વેપારીઓની પરેશાની દૂર થાય. આ દિશામાં માર્કેટ યાર્ડના અધિકારીઓ અને પદાધિકારીઓ વિચારે તે ઈચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ
April 21, 2021 11:17 AMરેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી
April 21, 2021 11:13 AMપ્રવાસી મજૂરોની સહાય માટે કેન્દ્ર સરકારના 20 કંટ્રોલરૂમ
April 21, 2021 11:10 AMશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AM