રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે હવે રાજકોટની સેતુ સંસ્થાના મનોદિવ્યાંગ પણ મનોબળથી મજબૂત એવા બાળકોએ રાખડીમાં તેમના સ્નેહ સાથે સમજણ સેતુ રચ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના દીદીઓ નેહાબેન ઠાકર અને જાગૃતીબેન ગણાત્રા તેમજ તેમની ટીમના માર્ગદર્શનથી આ બાળકોએ ૫,૦૦૦ જેટલી રાખડી બનાવી નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ કયુ છે.
સેતુ સંસ્થા મનોદિવ્યાંગના જીવનમાં ખરા અર્થમાં સારથી બની તેમને સ્વનિર્ભર બનાવવા માટે નિમિત્ત બની રહ્યું છે. પ્રતિ વરસ ની જેમ આ વર્ષે પણ આ બાળકો કે જે બે મિનિટ પણ શાંતિથી બેસી નથી શકતા તેવા ચચનળ બાળકોએ આ વર્ષે પણ થોડા સમયમાં જ ૫,૦૦૦ જેટલી રાખડી બનાવી છે. આખા વર્ષનો સૌથી મોટો પ્રોજેકટ રાખડી બનાવવાનો હોય છે.
બાળકોના ફેવરિટ દીદી અને તેમની ટીમ મેન્ટલી મેન્ટલી ડિસેબલ બાળકોમાં રહેલી તેમની પ્રતિભા ને ખીલવે છે. સામાન્ય રીતે આ બાળકો સાથે કામ કરવુ એટલે એવરેસ્ટ સર કરવા જેવું પડકાર જનક કાર્ય છે. પરંતુ આ બંને દીદીઓએ આ મનોદિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે એક મુહિમ શ કરેલી છે.
નેહાબેન અને જાગૃતિબેન જણાવે છે કે, આ બાળકો હાઇપર એકિટવ હોય છે જેના લીધે તેઓ બે મિનિટ પણ એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી. તેમનો કામ કરવાનો ઉત્સાહ જબરો હોય છે. યારે રાખડી બનાવવાની વાત આવે ત્યારે બાળકો પર ખુશીથી આ કાર્યમાં જોડાતા હોય છે. જેમાં ઘણા બાળકો એવા હોય છે કે તેમને વિઝન ઓછું હોય છે તો સમજણ શકિતનો અભાવ,જીદીપણુ,ં ચીડિયો સ્વભાવ ધરાવતા હોવાથી ઘણી વખત તેમને સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે પરંતુ તેમને પણ કામ કરવાનો ઉત્સાહ જબરો હોવાથી અમને તેમને શીખવવાની નવી ઊર્જા મળે છે.
અત્યારે ૫૦૦૦ જેટલી રાખડી બનાવી છે જેમાં કાર્ટુન, કલાત્મક ટ્રેડિશનલ રાખડી આ ઉપરાંત લુંબા રાખડીઓ પણ આ બાળકો દ્રારા બનાવવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોનો સફળ પ્રતિસાદ મળ્યો છે. રાખડીના વેચાણમાંથી થનારી આવક આ બાળકોના ઉત્કર્ષ માટે જ વાપરવામાં આવે છે.
આખું વર્ષ બાળકો માટે જુદી જુદી એકિટવિટી કરાવવામાં આવે છે જેમાં શિયાળા દરમિયાન જીંજરા, વટાણા, મગફળી ફોલાવી છીએ. ત્યારબાદ રાખડી બનાવવાની કામગીરી શ થાય છે અને રાખડી પછી હવે ટૂંક સમયમાં ગણપતિજીની મૂર્તિ અને નવરાત્રીમાં ગરબાના ડેકોરેશન અને દિવાળી દરમિયાન દિવાનેડેકોરેશન સહિત એકિટવિટી કરાવવામાં આવે છે.
વર્ષ દરમિયાન કરેલી તમામ એકિટવિટીઝમાં જે નફો થાય છે તે દરેક બાળકોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે. મનોદિવ્યાંગ બાળકો પગભર થાય અને તેમને આર્થિક ઉત્થાન થાય તે અમારો આનદં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech