દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ‘મિશન ઇન્‍દ્રધનુષ કાર્યક્રમ’ અંતર્ગત બાળકો તથા સર્ગભા માતાઓને રસી આપવામાં આવશે

  • July 14, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા મરણ અને બાળ મૃત્યુદર ધટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલ બાળકો અને સગર્ભા બહેનો માટે ’’ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ’’ ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ અહીં પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી સમય મર્યાદામાં ક્ષાતિરહિત થાય તે માટે જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષા સ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ઈમ્યુનાઈઝેશનની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ ડો. વિનયકુમાર ઉપસ્‍થિત રહ્યા હતા. ડો. વિનયકુમાર દ્વારા મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ, રૂટીન ઈમ્યુનાઈઝેશન, કોવિડ-19 રસીકરણ તેમજ આ અંતર્ગત સંભવિત ત્રીજી લહેર સમયે કરવાની થતી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. 

    જિલ્લા કલેકટર દ્વારા રસીકરણ કામગીરી માટે કોવિડ-19 અંતર્ગત સરકાર દ્વારા નકકી થયેલી ગાઈડલાઈન મુજબ રાખવાની થતી તકેદારીઓને લક્ષમાં રાખીને 100 ટકા સિધ્ધી મળી રહે તે મુજબ  કામગીરી કરવા  વિગતવાર ચર્ચા કરી, જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

    દેવભૂમિ દ્વારકામાં ’’ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ’’ કાર્યક્રમનું તા. 20 જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝુપડપટૃીઓ, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ કન્સ્ટ્રકશન સાઈટ, દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના તેમજ મજુરોના બાળકો તથા સગર્ભા બહેનોને આવરી લઈ, બાળમરણ તથા માતામરણનું પ્રમાણ ઘટાડવાનો મુખ્ય ઉદેશ છે. રૂટીન  રસીકરણથી વંચિત રહી ગયેલા તેમજ અધુરી રસીઓ મુકાવેલી હોય તેવા બાળકો તથા રસીથી વંચીત રહેલ સર્ગભા માતાઓને રસી આપવામાં આવશે.

    આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણીવાડી કેન્દ્રો તેમજ નકકી કરેલા રસીકરણ કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે. 

ખાસ ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સર્વે કરી બે વર્ષની ઉમરના રસીકરણથી વંચીત રહેલા અથવા અધુરી રસીઓ મુકાવેલી હોય તેવા તમામ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકના માતા-પિતાને સમયસર બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાવવા માટે લોકસંપર્ક દ્વારા જનસમુદાયમાં જનજાગૃતિનો વ્યાપ વધારી સંપુર્ણ રસીકરણ કરાવવું જરૂરી છે તેમજ સર્ગભા માતાઓને પણ ધનુર વિરોધી રસીના બે ડોઝ લેવા જરૂરી છે. રસીકરણથી બાળ મૃત્યુ તેમજ બાળકોને પોલીયો, જન્મજાત ટી.બી., ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાતક રોગોથી ભોગ બનતા અટકાવી શકાય છે. તેમજ સગર્ભા બહેનોને પણ કોરોના રસી આપવા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

   સઘન મિશન ઈન્દ્રધનુષમાં રસીકરણ કરી પોતાના બાળકોને બાળઘાતક રોગોથી બચાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ રસીકરણથી વંચીત રહેલા બાળકો તેમજ સર્ગભા માતાઓને રસીકરણ કરાવવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS