હાલમાં બાળ મજુરી નાબુદી અંગે ડ્રાઇવ ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટે મેટોડામાં ચાની લારીએ બાળ મજુરી કરી રહેલા બાળકને મુકત કરાવ્યો હતો.આ સાથે ચાની લારી ચલાવનાર શખસ સામે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં રાજયમાં બાળ નાબુદીના અને પુનર્વસન માટે ડ્રાઇવ ચાલી રહી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવની સૂચના અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ એએટીયુના નોડલ ઓફિસર વી.વી.ઓડેદરા અને એએચટીયુના પીઆઇ એમ.જે.ચૌધરીની રાહબરી હેઠળ ટીમ બાળ મજુરી અટકાવવાને લઇ તપાસમાં હતી.
દરમિયાન મેટોડામાં ચાની લારીએ બાળકને કામે રાખી મજુરી કરાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા ટીમ તુરતં અહીં પહોંચી હતી.અહીં ચાની લારીએ બાળક પાસે મજુરી કરવાતી હોય પોલીસે બાળકને અહીંથી મુકત કરાવી તેને અહીં કામ પર રાખી તેની પાસે મજુરી કરાવનાર ચાની લારીના સંચાલક બાબુ ઘોઘાભાઇ બાંભવા(ઉ.વ ૪૬) સામે બાળમજુરી અધિનિયમ અને જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ એમ.જે.ચૌધરીની રાહબરીમાં હેડ કોન્સ. દિલીપભાઇ કાળોતરા, મયુરભાઇ વિરડા, મનોજભાઇ બાયલ અને કોન્સ. મનિષાબેન ખીમાણીયા સાથે રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech