માધાપર ચોકડી નજીક મામાની મોટરસાઈકલની પાછળ બેસીને જઈ રહેલા છ વર્ષના બાળકનું બાઈકમાંથી પડી જતા પાછળથી આવતા ટ્રકનું તોતિંગ વ્હીલ માથે ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મામા ભાણેજ સહિતના પરિવારજનો ગુંદાસરથી રાજકોટ ગોલા ખાવા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ સર્જાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ ચારેક મહિનાથી રાજકોટના ગુંદાસરા ગામે આવેલી ગોલ્ડન સોસાયટીમાં રહેતા નાના બબલુભાઈ મંડલના ઘરે માતા ખુશીબેન સાથે રહેતો હાર્દિક પંકજભાઈ ચૌધરી (ઉ.વ.6)નો બાળક ગઈકાલે મામા વિક્રમભાઈની બાઇકમાં બેસી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે માધાપર ચોકડી પાસે અચાનક સ્પીડ બ્રેકર આવવાથી વિક્રમભાઈએ બ્રેક મારતા પાછળ બેઠેલો હાર્દિક બાઇકમાંથી પડી જતા પાછળથી આવતા ટ્રકનો જોટો બાળક ઉપર ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિવારજનોના કહેવા મુજબ મૃતક બાળક અને તેની માતા ખુશીબહેન ચાર પાંચ મહિનાથી ગુંદાસરા ગામે માવતરના ઘરે રહેતા હતા. પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. પિતા પંકજભાઈ અન્ય દેશમાં નોકરી માટે ગયા છે. ગઈકાલે ગુંદાસરા ગામેથી બાળકની માતા, માસી, તેમજ પડોશીઓ ત્રણ ચાર બાઇકમાં રાજકોટ ગોલા ખાવા માટે આવતા હતા. જેમાં હાર્દિક બાજુમાં રહેતા અને માતાએ ભાઈ બનાવેલા વિક્રમભાઈની બાઇકમાં બેઠો હતો. દરમિયાન માધાપર ચોકડી પાસે સ્પીડ બ્રેકર આવતા વિક્રમભાઈએ બ્રેક મારી હતી જેમાં પાછળ બેઠેલા બાળકે બેલેન્સ ગુમાવી દેતા બાઇકમાંથી નીચે પટકાતા બાજુમાંથી પસાર થતા ટ્રક નીચે આવી જતા મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech