જુદી જુદી પોલીસ ટુકડીઓ દ્વારા સધન તપાસમાં સફળતા : આરોપીની સધન પુછતાછ
જામનગરના હાપા જીઆઇડીસી, જલારામ મંદિર વિસ્તારમાં એક સાત વર્ષની બાળાનું અપહરણ કરી ગયાનો બનાવ સામે આવતા દોડધામ મચી હતી, આ અંગે પંચ-એમાં બાળકીના પિતા દ્વારા અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે જુદી જુદી પોલીસ ટુકડીઓએ તપાસ કરીને રેલ્વે સ્ટેશન ખાતેથી ગણતરીની કલાકોમાં જ આરોપીને બાળકી સાથે પકડી પાડવામાં આવ્યો હતો, દરમ્યાનમાં આરોપીની સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુનાના આરોપી તથા ફરીયાદીની દિકરી શોધી કાઢવા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા પ્રો. નાયબ પીઆઇ એન.બી. ગોરડીયા તથા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પંચ-એના પીઆઇ એમ.એન. શેખ, રેલ્વેના પીએસઆઇ પી.વી. ડોડીયા તથા પંચકોશી-એ ડીવીઝન સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી ફરીયાદી તથા ફરીયાદીના સબંધીને સાથે રાખી બનાવવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી શહેરમાં નાકાબંધી કરી ક્ધટ્રોલમાં તથા સોશ્યલ મિડીયામાં પોલીસ તથા ગુજરાત રેલ્વે પોલીસ ગ્રુપ વોટસએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં બાળકી અપહરણ અંગે પોસ્ટ મુકી બાતમીદારોને બનાવ અંગેની સમજ આપી હતી.
જીલ્લાના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાંથી કેટલી બસો અને ટ્રેનો ગઇ તેની માહિતી મેળવી હતી અને ગયેલ બસ-ટ્રેનના સીસી ફુટેજ ચેક કરતા હોય દરમ્યાન શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનમાં સર્ચ કરતા ઓખાથી રાજકોટ તરફ જતી ટ્રેનમાંથી આરોપી તથા બાળા જોવા મળતા તુરંત પોલીસ ટુકડી દ્વારા આરોપી વિપુલ જાદવ દામોરીયા (ઉ.વ.30, રહે. ગુલાબનગર સંજરી ચોક, હાલ ગાંધીનગર રેલ્વે સ્ટેશન કેન્ટીન ખાતે) ને પકડી લીધો હતો તથા બાળાને શોધી કાઢી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech