અમરેલી ભાજપમાં જૂથવાદ ડામવા મુખ્યમંત્રી આજે રૂબરૂ મુલાકાત લેશે

  • April 04, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી સંદર્ભે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી ખાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી અમરેલીની હોટલ લોર્ડ્સ ખાતે ચાર કલાક જેવું રોકાણ કરશે મુખ્યમંત્રીના આગમન પૂર્વે અમરેલી જિલ્લ ા પોલીસે રિહે સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે ૯:૩૦ કલાકે મુખ્યમંત્રી હોટલ લોડ્સ ખાતે આવી કાર્યકરો સાથે બૃહદ બેઠક કરશે તથા મતદારો સાથે સીધા સંવાદ નો કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા ગોઠવાયો છે પરિણામે અમરેલીનું જૂનું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હોટલ લોર્ડ્સ આવી છે તે વિસ્તાર પોલીસ થવાનીમાં ફેરવાયો છે કાર્યકરોની આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા દિલીપભાઈ સંઘાણી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભરતભાઈ બોઘરા કૌશિક ભાઈ વેકરીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા તથા પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયા હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા જેવી કાકડીયા જનકભાઈ તળાવીયા તથા ભાજપ ના વિવિધ પાકના પ્રમુખો ઉપસ્થિત રહેશે અત્રે એ ઉલ્લ ેખનીય છે કે ગુજરાતની અન્ય લોકસભાની બેઠકો ની માફક અમરેલી માં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો હતો અને આ ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રી આવી રહ્યા હોવાનું કાર્યકરોમાં ચર્ચાએ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application