દ્વારકાના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરાયું

  • July 22, 2021 10:55 AM 

     રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતેની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા. શિવરાજપુર બીચ ખાતે હાથ ધરવામાં આવેલ વિકાસ કામોની સ્થિતિ તથા કામગીરીનું નિરિક્ષણ કરવાં માટે દ્વારકાના હેલીપેડ પર આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    મુખ્યમંત્રીને આવકાર આપવાં માટે હેલીપેડ ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, તત્કાલિન ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયા, રેન્‍જ આઇ.જી. સંદિપસિંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયા જિલ્‍લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા, જિલ્‍લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, મયુરભાઇ ગઢવી, યુવરાજસિંહ વાઢેર  ઉપસ્‍થિત રહયા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS