દ્વારકાધીશ મંદિરે કોરોના મુક્તિ તથા વિકાસ માટે પૂજન- અર્ચન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

  • July 22, 2021 10:48 AM 

મુખ્યમંત્રીએ અંજલીબેન સાથે કાળીયા ઠાકોરને શીશ ઝુકાવ્યું

    ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબહેન રૂપાણીએ પણ કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી, દર્શન કર્યા હતા.

     મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય વહેલી તકે કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય સાથે સુખાકારી જળવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર બની રહે તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં કરી હતી.

    આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી, તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS