મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી

  • July 21, 2021 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી  વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સાંજે સરકીટ હાઉસ ખાતે દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિકાસ કામોની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સાંજે સરકીટ હાઉસ ખાતે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

 

 

 

આ સમીક્ષા મુલાકાતમાં  પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, પૂર્વ  ધારાસભ્ય પબુભા  માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રવાસન સચિવ હરિત શુક્લા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇ જી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

સમીક્ષા મુલાકાતમાં  પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, પૂર્વ  ધારાસભ્ય પબુભા  માણેક ઉપસ્થિત રહ્યા હતા. 

 

 

 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા.22 જુલાઇ ગુરૂવારના રોજ સવારે જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન- પૂજા અર્ચના કરીને સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આર્શીવાદ મેળવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS