મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે સોમનાથ મંદિરમાં શિશ ઝૂકાવ્યું

  • June 27, 2021 07:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યોર્તિલિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં આજે રવિવારે સવારે ભક્તિભાવ પૂર્વક આરતી અને પૂજન અર્ચન કર્યા હતા.
 મુખ્યમંત્રીએ કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષથી વિકાસ,પ્રગતિની રહે સતત આગળ વધી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન સોમનાથના ચરણોમાં કરી હતી..

આજે સવારે 7:30 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા બાદ 8 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મંદિરએ દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરમાં મુખ્યમંત્રીએ સજોડે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને કોરોનામાંથી વહેલી મુક્તિ મળે અને રાજ્યની સુખાકારી જળવાઈ રહેવાની સાથે કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરના પૂજારી મિથીલેશ દવેએ શાસ્ત્રોક્ત રીતે પૂજાવિધિ કરાવી હતી. બાદમાં મંદિર પરીસરમાં શ્રી ગણેશજીના મંદિરે પણ દર્શન કર્યા હતા.

ગઈકાલે સાંજે સોમનાથ મુલાકાતે સજોડે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રવિવારે સવારે સોમનાથ મંદિર દર્શનાર્થે જઈ ગુજરાતીઓની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS