ગુજરાત રાજ્યની જીવા દોરી સમાન નર્મદા બંધ છલોછલ ભરાઈ ગયો છે આજે ઐતિહાસીક સપાટી 138.68 મીટર પહોંચ્યો છે નર્મદા નીર ના વધામણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવયા હતા. આ ચોમાસાની સિઝન દરમિયાન ડેમના 33 દરવાજા અલગ અલગ દિવસે ખોલવામાં આવ્યા છે અને અત્યાર સુધીમા 77,39,786 કયુસેક પાણી છોડવામાં આવયુ છે. હાલ નર્મદા બંધમાં 82,408 કયુસેક પાણીની આવક છે. ડેમમાંથી 5000 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4,364 અને ટબર્ઇિન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે.
2019 બાદ આજે નર્મદા ડેમ પ્રથમવાર 100ટકા ભરાયો છે. ડેમ પાંચમી વખત તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી ભરાયો છે.તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેવડિયા આવી નર્મદા નીરના વધામણાં કરયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક પૂર્ણ કરીને સવારે 12:00 કલાકે કેવડિયા હેલીપેડ પર પહોંચ્યા હતા નર્મદા બંધ પર પહોંચી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નિરની પુજા કરી હતી અને નર્મદા મૈયા ની આરતી કરી હતી.
ગઈકાવ રાત થો જ નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. છેલ્લ ા 19 કલાકથી ડેમની સપાટી 138.61 મીટર જાળવી રાખી છે. ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા ડેમના પાયા નખાયા આજે 62 વર્ષ પૂર્ણ થયા પાંચમી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનું પાયો નાખ્યો હતો આજે 62 વર્ષ બાદ નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી બંધાઈ ચૂક્યો છે ડેમની બાજુમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લ ભભાઈ પટેલની પ્રતિમા બની ચૂકી છે સરદાર વલ્લ ભભાઈ પટેલની પ્રતિમાના હૃદય માંથી નર્મદા ડેમનો અદભુત નજારો જોઈ શકાય છે નર્મદા ડેમ આજે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી ગુજરાતના 11,951 ગામો 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે રાજસ્થાનમાં 1,336 ગામડાને ત્રણ શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે.
નર્મદા બંધ છલોછલ ભરાતા 32 ગામોને એલર્ટ અપાવ્યું
નર્મદા બાંધમાંથી છોડવામાં આવતા પાણીના પરિણામે નર્મદા કેચપિંડ એરિયામાં આવતા 32 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે મંગળવારે વહેલી સવારે નર્મદા ડેમ પાંચમી વખત પૂર્ણ સપાટીએ ભરાયો છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પરિણામે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ગઈકાલે સાંજે 138.61 મીટર પર સપાટી સ્થિર રાખવામાં આવી હતી ઓગસ્ટ મહિનાથી ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. પરિણામે આજે નર્મદા બંધ વિસ્તાર હેઠળ આવતા 32 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કેવડિયા ગોરા ગભાડા ઇન્દ્રવરના વાસલા ગરુડેશ્વર વાઘડિયા નખડી પોઇચા કંદરોજ માંગરોળ લાછરસ રામપુર ભચરવાડા ગુવાર ધમનાચા રાજપરા ભૂંડ શહેરાવ તરસાલ વાંદરીયા સુધરીયા ગામડી દરીયાપુર ગંભીરપુરા અંકલેશ્વર તિલકવાડા ઓરી ધનપોર અને વાસણ ગામ નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech